________________
૧૬ મું]
શિલ્પકૃતિઓ ખંભાતની આર્ટસ અને કોમર્સ કોલેજના મ્યુઝિયમમાં સંગૃહીત વિગણની ૧૪ મી સદીની એક પ્રતિમા નંધપાત્ર છે. મુખાકૃતિને ડાબે ભાગ અને પગને વચલો ભાગ તૂટી ગયો છે. વિષ્ણુ સીધા સમપાદ સ્થિતિમાં ઊભા છે. ઉપલા જમણા હાથમાં ગદા અને ડાબા હાથમાં ચક્ર ધારણ કરેલ છે. નીચલે જમણો હાથ પયુક્ત અભય મુદ્રામાં છે, જ્યારે ડાબા હાથમાં શંખ ધારણ કર્યો છે. આ પ્રકાર વિષણુનું ત્રિવિક્રમ સ્વરૂપ સૂચવે છે, જે ગુજરાતમાં “રણછોડજી” તરીકે ઓળખાય છે. દેવે માથા પર કિરીટમુકુટ ધારણ કર્યો નથી, પણ એમના વાળ જટાબંધ શૈલીએ બાંધ્યા છે, જેની શેરમાં મુક્તામાળાએ ગૂથેલી છે. દેવે ભારે રત્નકુંડળ પહેર્યા છે, કંઠહાર કંકણ કટિબંધ કટિમેખલા અને યજ્ઞોપવીત ધારણ કરેલ છે. એમની છાતી ઉપર કૌસ્તુભ મણિનું ચિહ્ન કરેલું છે. વિષ્ણુની જમણી બાજુએ નીચેના ભાગમાં કઈ દેવીની આકૃતિ કંડારેલી છે, જેનું કેવળ અધું મસ્તક જોવા મળે છે. દેવીને કેશલાપ વિશિષ્ટ રીતે ગૂંથેલો છે. મૂર્તિમાં વિષ્ણુની ડાબી બાજુનો ભાગ નષ્ટ થયો છે, જેમાં સંભવત: પ્રતિહારીની આકૃતિ કંડારેલી હશે. ત્રિવિકમ વિષણની કોઈ મંદિરમાં સ્થાપેલી આ સેવ્ય પ્રતિભા હોવાનું જણાય છે.
વડનગરના હાટકેશ્વર મંદિરમાં મસ્યાવતાર વિષ્ણુનું શિલ્પ છે, તે એના શાસ્ત્રીય પ્રતિભા-વિધાનનો સરસ નમૂનો પૂરો પાડે છે. આમાં જવા સુધીને ભાગ મનુષ્પાકાર અને એની નીચેના ભાગ મસ્યાકાર બનાવ્યો છે. ચાર હાથ ધરાવતા દેવના ઉપલા જમણા હાથમાં ગદા અને ડાબા હાથમાં ચક્ર છે, જ્યારે નીચલે જમણે હાથ શંખયુક્ત વરદ મુદ્રામાં અને ડાબા હાથ પદ્મયુક્ત વરદ મુદ્રામાં છે. દેવને મનુષ્યદેહ વિષ્ણુના બધા અલંકારોથી અને કિરીટ–મુકુટથી સુશોભિત છે. વિષણુએ નીચલા શંખયુક્ત હાથ વડે નીચે હાથ જોડીને બેઠેલા ભક્તને સ્પર્શ કર્યો છે.
અમદાવાદના ગુજરાત વિદ્યાસભા અને ભો. જે. વિદ્યાભવનના પુરાવસ્તુસંગ્રહાલયમાં સંગૃહીત દશાવતાર વિષમુની સ્વામશિલાપ્રતિમા (પટ્ટ ૩૦, આ. ૪૯) વિશિષ્ટ છે. ચતુર્ભુજ વિષ્ણુના ઉપલા જમણે હાથમાં ગદા અને ઉપલા ડાબા હાથમાં ચક છે. નીચલે જમણે હાથ વરદ મુદ્રામાં છે. એમની હથેળી ખંડિત હાઈ એમાં પદ્મચિહ્ન દેખાતું નથી. નીચલો ડાબે હાથ પૂરો ખંડિત છે. દેવના મસ્તક ફરતું કમલાકૃતિ પ્રભામંડલ જોવા મળે છે. એમણે મસ્તક પર કિરીટ-મુકુટ, કાનમાં કુંડલ, ગળામાં વનમાળા અને હાર, યજ્ઞોપવીત, બાજુબંધ કાંડા પર બેરખા, છાતી પર કૌસ્તુભ-લાંછન, કેડ પર કટિબંધ અને કટિમેખલા ધારણ કરેલ છે.