________________
'ક૭૦]
સલ્તનત કાલ
[પ્ર.
સાવિત્રીએ જમણા હાથ વડે બ્રહ્માને આલિંગન આપ્યું છે, જ્યારે ડાબા હાથમાં કમળકળી ધારણ કરી છે. મૂર્તિની નીચેના ભાગમાં ડાબી બાજુએ વાહન હંસ કંડારેલ છે. બ્રહ્મ –સાવિત્રી બંનેએ ભારે અલંકાર ધારણ કર્યા છે.
ખંભાતની નાની પળમાં વીરેશ્વર મંદિરમાં ઉમામહેશ્વરની મને હર મૂર્તિ (પટ્ટ ૨૮, આ. ક૬) જોવા મળે છે. લલિતાસનમાં બેઠેલા શિવના ડાબા ઉસંગમાં દ્વિભુજ પાર્વતી બેઠાં છે. શિવે એમના ઉપલા હાથમાં ત્રિલ અને ડાબા હાથમાં સર્પ ફેણ ધારણ કરેલ છે. એમના નીચલા જમણા હાથમાં બીજપૂરક છે, જ્યારે નીચલી ડાબા હાથ વડે પાર્વતીને આલિંગન આપ્યું છે. પાર્વતીના ડાબા હાથમાં દર્પણ છે અને જમણો હાથ શિવના ખભા પર ટેકવેલો છે. શિવે જટામુકુટ અને પાર્વતીએ મુકુટ ધારણ કર્યો છે. બંનેએ કઠે, કટિ પર, હાથ અને પગે અલંકાર ધારણ કર્યા છે. નંદી પણ અલંકારોથી વિભૂષિત છે. દેવની બને બાજુએ એક એક અનુચર ઊભો છે. આ પ્રતિમા ૧૪ મી સદીની હોવાનું જણાય છે.
સાબરકાંઠા જિલ્લામાં પળાના વનવિસ્તારમાં આવેલ અભાપુરના સારણેશ્વર મંદિરમાં એક ગવાક્ષમાં અંધકાસુરવધ કરતા શિવની મૂર્તિ કંડારેલી છે (૫ટ્ટ ૨૯, આ. ૪૭). દેવ પિતાના ચાર હાથ પૈકી ઉપલા ડાબા અને નીચલા જમણા હાથ વડે પકડેલા ત્રિશુળથી રાક્ષસને મારતા જણાય છે. એમના ઉપલા જમણે હાથમાં સર્પ છે, જ્યારે નીચલો ડાબે હાથ ખંડિત છે. શિવે ડાબો પગ એક રાક્ષસના માથા પર મૂક્યો છે. એ રાક્ષસે અને એની બાજુમાં ઊભેલા બીજા રાક્ષસે શિવની તરફ પિતાનાં આયુધ ઉગામેલાં છે. શિવના દેહને ગતિયુક્ત બનાવવામાં કલાકારને સફળતા મળી છે.
આ વિસ્તારમાં આવેલા આતરસુંબા પાસેના સૂર્યમંદિરની દીવાલ પર તાંડવ કરતા શિવનું ઘણી જગ્યાએથી ખંડિત અને ખવાઈ ગયેલું શિલ્પ છે. એમાં દેવની દેહ એમનું સામર્થ્ય વ્યક્ત કરે છે.
આ વિરતારના અભાપુના શિવશક્તિમંદિરમાં એક ત ભ ૨ ચતુર્ભુજ ત્રિનેત્રધારી શિવની ઊભી મૂર્તિ નોંધપાત્ર છે (પટ્ટ ૨૯, આ. ૪૮). એમના મસ્તક પર કરડ–મુકુટ છે. દેવના ઉપલા જમણા હાથમાં દંડ અને ડાબા હાથમાં સંભવત: ત્રિશલ છે. નીચલા ડાબા હાથે પકડેલા પત્ર પર જમણું નીચલા હાથ વડે શિવ લખી રહ્યા છે. શિવના ડાબા હાથે સપ વીંટળાયેલે છે, કર્ણ કંઠ કટ કર અને પગ પર ભારે અલંકારો જોવા મળે છે. દેવના જમણા પગ પાસે એમના વહિન નંદીની નાની આકૃતિ કંડારેલી છે. પત્ર લખતા શિવનું આ શિ૯૫ ગુજરાતમાં અને કદાચ ભારતભરમાં વિરલ છે.