________________
મું)
સ્થાપત્યકીય સ્મારક
(૪૫૫
મજિદને મિનારા હાલે છે તે એકને હલાવવાથી બીજો પણ હાલે છે. બંને પડખાંમાં સુંદર ઝરૂખા-જાળીઓ પણ છે. અંદર એક થાંભલા સાથે પથ્થરની દીવી કરેલી છે. આ એની નવીનતા છે. પ્રમાણસરતાની દષ્ટિએ એમાં નજાકત ન હોવાં છતાં એ સુંદર લાગે છે.
બાઈ હરીરની મસ્જિદ અને રાજે–અસારવામાં બાઈ હરીરની વાવની પાછળ ખૂબ જ સુંદર મિહરાબાવાળી અને મિનારાવાળી આ નાનકડી મસ્જિદ પરંપરાના વિકાસમાં અગત્યને ફાળે આપતું સોપાન છે. ભરિજદ વાવ અને બાગ ત્રણે મળીને આ વિસ્તાર સુંદર કેમ્પસ પૂરું પાડે છે. આવાં કેમ્પસ સરખેજ શાહઆલમ તેમજ અન્ય સ્થળોએ પણ જોવા મળે છે. એ ઉપરથી આ પ્રકારના મિશ્ર હેતુવાળાં કેપસ પ્રજાના માનસિક ધાર્મિક ચાક્ષુષ અને ભૌતિક પોષણના હેતુથી થતાં હતાં અને લોકજીવનના વિકાસમાં સુનિશ્ચિત ફાળો આપતાં હતાં એ નેધવું જોઈએ.
સીદી બશીરની મસ્જિદ અને એના હાલતા મિનારા–અમદાવાદના નવા રેલવે સ્ટેશનની બાજુમાં સારંગપુર દરવાજાની સામે આવેલી આ મસ્જિદનો માત્ર કમાન અને મિનારાવાળો ભાગ જ અત્યારે અસ્તિત્વ ધરાવે છે, જ્યારે એના લિવાન મિહરાબ મિંબર વગેરે ભાગેને મરાઠા સમયમાં નાશ થયો હેઈએ સ્થાને અત્યારે ચણેલો મિહરાબ વગેરે છે. કમાનના બહારના ભાગ પર બંદૂકની ગોળીઓનાં નિશાન હજી પણ સ્પષ્ટ દેખાય છે. અત્યારે અગાસીવાળા ભાગને જોડી દીધેલ છે. એની સાથે જતી બંને બાજુની દીવાલ અસ્તિત્વમાં નથી. આ મરિજદને પાછલે ભાગ ઈ.સ. ૧૭૫૩માં જવાંમર્દખાન બાબી અને મરાઠાઓની વચ્ચેની લડાઈમાં તૂટી ગયો એમ જાણવા મળે છે. મજિદના આ મિનારાયુન કમાનવાળા ભાગનું મહત્ત્વ એના બંને મિનારા હાલે છે અને એકને હલાવીએ તો બીજે પણ હાલે છે એ સમજવા માટે અગત્યનું છે,
જના સ્ટેશન પાસેના ઈટરી મિનારા–ઇસ્લામી સ્થાપત્યમાં જ્યારે જ્યારે બાંધકામમાં ઈટોને ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે ત્યારે એમાં એક વિશિષ્ટ પ્રકારની સિદ્ધિનું સોપાન સર થયું છે. ઇટામાં મિનારાની રચના કરવી એ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એમ કરતાં વધારે જાડાઈને આધાર લેવો પડે છે. અમદાવાદના જુના રેલવે સ્ટેશન પરના મિનારા કદાચ આ પ્રકારના સૌથી ઊંચા મિનારા છે, છતાં એની રચનામાં ક્યાંય ઈટોના કારણે વધુ જાડાઈને આશરે લીધે નથી, પરંતુ પથ્થર જેટલી જ જાડાઈ વાપરીને આખાય બાંધ