________________
સતનત કાલ
વળા બહાઉદ્દીનને ભાઈ હતા. બંને મરિજદમાં ચતુષ્કોણમાંથી અષ્ટકોણ, સેળ ખૂણા અને એના ઉપર વર્તુળ, એ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે. મરિજદ સામાન્ય રીતે આકર્ષક છે.
સકરખાનની મસ્જિદ–અમદાવાદમાં કાલુપુરની આ મોટામાં મોટી મસ્જિદ છે. મસ્જિદમાં કમાન વગેરેને ઠાઠ નથી, પરંતુ સરખેજની મસ્જિદની જેમ માત્ર સ્તંભ ઉપર ટેકવેલી છે. માત્ર વચ્ચે એક નાનકડી શેભાની કમાન કરેલી છે. અહીં મિનારા પણ નથી. વચ્ચેના ભાગમાં બે જગાએ ભીત કરી એમાં જાળીઓ મૂકેલી છે બાંધણી પરથી ડે બર્જેસ .સ. ૧૪૦૦ થી ઈ.સ. ૧૪૭૦ ની વચ્ચે બંધાયેલી માને છે. કમાના અસ્તિત્વ તેમજ સુશોભનના અભાવને લીધે સંભવત: ૧૪૫૦ ની આસપાસની હોઈ શકે. મરિજદથી થોડે દૂર રાજે છે. એની અને મરિજદની વચ્ચે અત્યારે મકાન આવી ગયેલાં છે. એટલે એ કાળે એના ભાગે સારી એવી જગા હશે એમ માનવું રહ્યું. રોજાને કારણે આ વિસ્તાર હજીરાની પિળ તરીકે જાણીતું થયું છે.
દસ્તુરખાનની મજિદ–અમદાવાદમાં આસ્તોડિયા ચકલામાં આ મસ્જિદ આવેલી છે. એમાંના લેખ ઉપરથી જણાય છે કે આ મજિદ ઇ.સ. ૧૪૬૩ માં બંધાઈ હતી. મજિદની આસપાસ સુંદર ભૌમિતિક આકૃતિઓવાળી પથ્થરની જાળીઓ છે. બહારથી પ્રવેશવાનાં પગથિયાં છે. મસ્જિદની દક્ષિણે એક કબ્રસ્તાનમાં દસ્તૂરખાનની કબર પણ છે.
શાહ ફઝલની મસ્જિદ– અમદાવાદમાં ગાયકવાડની હવેલીમાં આવેલી આ મજિદ કોણે બાધી એ સ્પષ્ટ નથી. એના મિહરાબ ઉપરના લેખમાં મહમૂદ બેગડાના સમયમાં ઈ.સ. ૧૪૮૭ માં એ બંધાઈ હોવાનું લખ્યું છે. શાહ ફઝલની મજિદ નામ કેમ પડયું એના પણ ખ્યાલ આવતું નથી.
મુહફીઝખાંની મસ્જિદ ખાનગી ઉપયોગ માટેની આ નાની સુંદર મસ્જિદ હજીય સારી અને પૂર્ણ સ્થિતિમાં છે. આ મસ્જિદ અમદાવાદમાં ઘીકાંટાને રતે આવેલી છે. ઈ.સ. ૧૪૯ર માં જમાલુદ્દીન મુહાફીઝખાને બંધાવેલી માત્ર ત્રણ જ મિહરાબવાળી આ મસ્જિદ રાણી સિપ્રીની મસ્જિદ સાથે સહેલાઈથી સરખાવી શકાય તેવી છે. મરિજદ ત્રણ કમાનવાળી છે ને કમાનો ઉપર દેખાવના ઝરૂખા કરેલા છે. અહીં ખૂબ જ સુંદર નકશીકામ કરેલું છે અને મિહરાબ મિંબર તેમજ અન્ય ભાગો કોતરણીથી ભરી દીધા છે. મજિદને છેડે મિનારા કર્યા છે તે અષ્ટકોણીય છે અને એને ખૂબ જ અલંકરણથી સુશોભિત બનાવ્યા છે. આ