________________
*<]
જાતી ના હ
અમદાવાદની સૈયદ આલમની મસ્જિદ—આ મસ્જિદ ખાનપુરમાં આવેલી છે તે એવી રચના ઈ.સ. ૧૪૧૨ માં કરવામાં આવેલી છે. આમાં પશુ હિંદુ મંદિરના ભાગેાને છૂટથી ઉપયોગ કર્યાં છે, પરંતુ એના મિનારાના ભાગ ખૂબ જ સુંદર રીતે નવેસરથી અધવર્તુળાકારે બનાવેલા છે, જે ખાસ ધ્યાન ખેંચે તેવા છે. આ મસ્જિદ પ્રમાણુમાં નાની છે,
અમદાવાદની જામી મસ્જિદ—શહેરની મધ્યમાં ત્રણ દરવાજાથી ઘેાડે દૂર સ્ટેશને જવાના રસ્તા પર જમણી બાજુ આવેલી છે (પટ્ટ ૨૧, આ. ૩૯). એની શરૂ આત ઈ.સ ૧૪૧૨ માં કરવામાં આવી હતી. એને પૂરી કરતાં બાર વર્ષ લાગ્યાં હતાં. એમાં પણ મેાટા ભાગને સામાન મદિરાના જુદાજુદા ભાગાનેા વપરાયા છે. મસ્જિદ ત્રણ દિશામાં ત્રણ પ્રવેશદ્વાર છે. એનું અહમદશાહના રાજાવાળી દિશામાં અર્થાત્ પૂર્વ દિશામાં આવેલું દ્વાર એ મુખ્ય દ્વાર છે. ગાંધીમાર્ગવાળી બહારની બાજુએ આવેલી નરી દુકાનેાએ મસ્જિદના ખરા રૂપને સંતાડી દીધું છે. એવી દુકાને મસ્જિદના સરાઈવાળા ભાગમાંથી સીધી જ બનાવી કાઢી છે; માત્ર વચ્ચેનાં પગથિયાં અને છત્રીના કારણે કયાંક જવાની જગા હશે એવા ખ્યાલ આવે છે, જ્યારે પાછળ માણેકચેાકમાં પડતી સરાઈવાળા ભાગ દુકાનવાળા હોવા છતાં મસ્જિદની દીવાલ સ્પષ્ટ દેખાવાના કારણે એને પરિચય કરાવે છે. મસ્જિદ આંધવામાં મદિરાના જુદા જુદા ભાગાને લાવીને વ્યવસ્થિત ગેાઠવવા ઉપરાંત એનાં માપ અને પ્રમાણુ–સંબંધ જળવાય એ જરૂરી હાય છે, એટલે જ્યાં એવા પ્રશ્ન ઊભા થયા છે ત્યાં થાંભલાઓને કાપી નાખી કે જરૂર પડયે એકાદ ભાગ ઉમેરી કામ ચલાવ્યુ` છે. જામી મસ્જિદના વચ્ચેતે ભાગ વિશિષ્ટ રીતે આયેાજિત કરેલા છે. ત્રણ ઉપરાઉપરી ગેાઠવેલા થાંભલા એની પાછળના મજલા(clerestory)ને સુસંગત કરવા માટે છે. આ મજલામાં જાળ વડે મસ્જિદના નીચેના ભાગને પ્રકાશિત કરવાના ઇજિપ્તનાં મંદિરની જેમ કરેલા પ્રયત્ન સ્પષ્ટ નજરે પડે છે, વિચિત્રતા એ છે કે વચ્ચે ગેાઠવેલી કમાન એ મુસ્લિમ સ્થાપત્યમાં જોવા મળતી કમાન નથી, પરંતુ હિંદુ પદ્ધતિની શાભાની ( functionless ) અને ગાડવણીયુક્ત (corbelled) પ્રકારની કમાન છે. અંદરના લિવાનના જમણા ખૂણે મુલુકખાતું બાંધેલું છે. આ મસ્જિદના વચલા મિહરાબ ઉપર અરખીમાં મસ્જિદ બંધાયા અંગેના લેખ છે.
રિજદમાં લિવાનની દીવાલથી આગળ કાઢેલા મિનારા હતા, જે ૧૮૧૯ ના ધરતીક પમાં પડી ગયા. એ દીવાલ કરતાં લગભગ બમણુા ઊંચા હતા તે એક મિનારા હલાવતાં ખીજો મિનારા હાલતેા હતેા એવુ જેમ્સ `ખ્મ પ્રત્યક્ષ જોઈ નાંખ્યુ છે,