________________
૪૦૪]
સતની કાલ
આ કાલની ભૌતિક સામગ્રીમાં નગરો, સ્થાપત્યાવશે, માટીકામની વસ્તુઓ, ધાતુની વસ્તુઓ વગેરે મુખ્યત્વે નજરે પડે છે તેને ગુજરાતમાં અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. એને બળે કેટલીક માહિતી પ્રાપ્ત થઈ છે. એની મદદથી અને ગુજરાતમાં થયેલાં કેટલાંક ઉખનામાંથી પ્રાપ્ત થયેલી માહિતીની સહાયથી અહીં કેટલીક માહિતી આપવામાં આવે છે.
માટીકામ
સામાન્યતઃ ધાતુની શોધ પહેલાં માટીકામ સારું હતું એવો અભિપ્રાય જેવામાં આવે છે. આપણે ત્યાંના માટીકામમાં સોલંકી કાલની જે આછીપાતળી માહિતી છે તે જોતાં, એના કેટલાક અંશ આ કાલમાં ચાલુ રહ્યા અને કેટલાક અંશ નવા ઉમેરાયા એમ લાગે છે. ચાલુ રહેલા અંશોમાં સાદાં તથા ઘૂંટેલાં લાલ તેમજ કાળાં વાસણોનો ઘાટ ખાસ બદલાય નથી, પરંતુ એનાં ઢાંકણાઓમાં વિશિષ્ટ ઘાટ મળવા લાગે છે.
આપણે ત્યાં ઢાંકણાંઓ તરીકે કોડિયાં કે ચપણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એ બેને ભેદ તારવવાનું શક્ય બનતું નથી, પરંતુ વિશિષ્ટ ઘાટન ઢાંકણાંની બનાવટ પરખાય છે. આ કાલમાં ત્રણેક જાતનાં ઢાંકણાં દેખાય છે. આ ઢાંકણાંઓમાં એક પ્રકારના ઢાંકણાનો મોગરો નાને અને ચપટી હેય છે, અને ઢાંકણું કોડિયા જેવું હોય છે (આકૃતિ ૧૩). બીજા પ્રકારના ઢાંકણામાં અંદરના ભાગમાં એને પકડવાને હાથ કે વચ્ચે નાની કૂલડી જેવો ધાટ બનાવવામાં આવે છે, જયારે ત્રીજા પ્રકારનું ઢાંકણું સુશક્તિ પેલા મોગરાવાળું અને ઘંટાકૃતિ હોય છે. આ પ્રકારનાં ઢાંકણુઓનો ઉપયોગ હાલમાં જોવામાં આવતો નથી, પરંતુ બીજા પ્રકારનાં ઢાંકણાં અદ્યાપિ વપરાશમાં છે. ઘંટાકૃતિ ઢાંકણું આખાં ભાગ્યેજ મળે છે, પરંતુ એના મેગરા અને નીચેના ભાગ છૂટા મળી આવે છે. પિત્તળનાં વાસણોમાં આ ઘાટ ગઈ સદી સુધી કવચિત્ બનતો હતો, પરંતુ આજે એની બનાવટ તેમ ઉપયોગ બંધ થઈ ગયાં છે.
આ ઉપરાંત મધ્યકાલનાં લાલ ઓપવાળાં વાસણોમાં મળતી પ્યાલી પણ વિશિષ્ટતા ધારણ કરે છે. નાની ગોળ ઊભા બેઠક પર નાનીમોટી સુંદર પ્યાલીઓ બનાવવામાં આવતી. આ પ્યાલો આસપાત્ર હોવાનો સંભવ છે. એને ઘાટ જેને અંગ્રેજીમાં wine-cup કહેવામાં આવે છે તેને કંઈક મળો છે. આ વાસણે ગાળેલી માટીમાંથી બનાવવામાં આવે છે અને એનો ચળકાટ તથા એને દળ એટલું સારું હોય છે કે બિનઅનુભવી અભ્યાસી એને ઈ.સ.ની શરૂઆતના