________________
ખંડ: ૪
પુરાવસ્તુ
પ્રકરણ ૧૪
સ્થળ-તપાસ અને ઉખનન દ્વારા મળેલી માહિતી
સામાન્યત: આપણા ઇતિહાસના અધ્યયનમાં સોલંકી કાલ પછીની સંસ્કૃતિને અભ્યાસ પ્રમાણમાં ઓછું કરવામાં આવ્યો છે, પ્રમાણમાં નવા જ ગ્રંથેનો તેમજ પ્રમાણમાં નવી વસ્તુઓનો અભ્યાસ પણ ઘણે છે શકે છે. આ ઉપેક્ષાવૃત્તિનું પિષક બળ અત્યંત પ્રાચીન વસ્તુઓની શૈધની ભાવના છે. પુરાવસ્તુમાં આપણે ત્યાં પ્રાગૂ ઇતિહાસ અને પ્રાચીન ઇતિહાસના પદાર્થોને આવરી લઈને પ્રમાણમાં નવા લાગતા પદાર્થોના અભ્યાસમાં દુર્લક્ષ સેવી એને પૂરતો અભ્યાસ કરવામાં આવતો નથી, તદુપરાંત સેલંકીઓના અસ્ત પછીના રાજ્યપલટામાં ધર્મનું તત્ત્વ પ્રમાણમાં વધુ ભાગ ભજવતું થયું હોવાની માન્યતા છે. જૂનાં રાજરજવાડાં લગ્નાદિ સંબંધને રાજ્યના સંબંધે વધારવા ઉપયોગ કરતાં હતાં એમ છતાં જાણે કે દેશ ધાર્મિક દૃષ્ટિએ જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ ગયે હેય એવો આત્યંતિક વિચાર ફેલાવવાના પ્રયાસને લીધે પણ આ કાલના અધ્યયન પ્રત્યે થોડું ઘણું દુર્લક્ષ સેવાય છે.
આવી પરિસ્થિતિમાં પણ આ કાલની સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે કેટલાંક પ્રબળ કારણ પણ છે. આ કાલની ઘણી સામગ્રી–સ્થાપત્યા શેષ, ગ્રંથભંડારોમાંના ગ્રંથ કે એની નકલે, નગેરે વગેરે પ્રાપ્ત થતાં હોવાથી એની જાણેઅજાણે નોંધ લેવાયેલી હોઈ, એને કેટલેક અભ્યાસ થાય છે. પ્રાચીન ગામડાંએમાં આ કાલના થર લગભગ ઉપર હેવાથી અને એનું ઉખનન કર્યા પછી નીચેના થર મળતા હોવાથી એની નેધ પુરાવસ્તુવિદોને લેવી પડતી હોય છે અને તેથી જાણ્યે-અજાયે આ કાલની સામગ્રીને કેટલેક અભ્યાસ થયો છે.