________________
* •
[ગ્ન, ૧૩ સુ
ભાંધવાં હિંદુએામાં પ્રચલિત બધાં જ શુકન-અપશુકન માનવાં, વગેરે હિંદુ
પ્રભાવનું પરિણામ છે.૪૯
સનાત
ઇસ્સાના જીસ્માઇલી ખાન પથ પર હિંદુ ધર્મના વ્યાપક પ્રભાવ પડ્યો ઢવાનું ઉપર દર્શાવવામાં આવેલું છે.પ
ભારતીય મુસ્લિમ સ્થાપત્ય પર હિંદુ સ્થાપત્ય-ક્લાને કેટલેાક પ્રભાવ પડ્યો છે, પરંતુ એમાંય અન્ય પ્રાંતાતી સરખામણીમાં ગુજરાતમાં આવા પ્રભાવ વિશેષ એવા મળે છે.
ભારતના અન્ય પ્રાંતની જેમ ગુજરાતમાં કેટલાંક મંદિરાને મુસલમાનેએ મસ્જિદમાં ફેરવી નાખ્યાં. મંદિરનાં શિખર તાડીને એને સ્થાને એના જ અવશેષામાંથી ગાળ ધુમત બનાવી દીધો. ગર્ભગૃહ અને મંડપ વચ્ચેની દીવાલે તેાડીને તેમજ એમાંની મૂર્તિઓને તાડી-ફોડી નાખીને ત્યાં નમાજ પઢવા માટેના ત્રિવાનની રચના કરી લેવામાં આવી. મંદિરની કેટલીક વેલબુટ્ટા જેવી સજાવટ યથાવત રખાઈ, જ્યારે દેવદેવીઓ અને અન્ય મનુષ્યાકૃતિને ખંડિત કરવામાં આવી ૐ ઘસી નાખીને એને સ્થાને ફૂલવેલ જેવી આકૃતિ કરવામાં આવી. મદિર પાસે આવેલા કુંડને હાજમાં ફેરવી નાખવામાં આવ્યા. મુસ્લિમ ઇજનેરાની દેખરેખ નીચે હિંદુ શિલ્પીઓ પાસેથી આ કામ લેવામાં આવ્યું. અહીના શિલ્પીએ પણ પોતાના મુસ્લિમ સ્વામીએાની રુચિને અનુકૂળ મસ્જિદો મકબરા રાજા અને મહેલ બનાવ્યાં. આ શિલ્પીઓએ મુસ્લિમ ઇમારતાના બાહ્ય સ્વરૂપને અકબંધ રુખીને એમાં હિંદુ શેલોનાં કેટલાંક સુશોભનાત્મક તત્ત્વ ઉમેર્યા. પરિણામે મુસ્લિમ સ્થાપત્યની નરદમ સાદાઈ ઘટવા લાગી અને એ ઇમારતા ભવ્ય અને મનેાહર દેખાવા લાગ્યું, એનાથી પ્રભાવિત થયેલા મુસલમાને એ એનેા સહર્ષ સ્વીકાર કરી લીધો.૧૧
અહીંના મુસ્લિમ સ્થાપત્યમાં બૌદ્ધ હિંદુ અને જૈન કલાનાં સુંદર તત્ત્વને સમન્વય આ કાલમાં થયા. એમાં જૈન કલાના પ્રભાવ વિશેષ રહેલા છે. માં મારામાં સેમપુરા શિલ્પીઓએ અદ્ભુત રચના-કૌશલ અને શિલ્પ-કસબ ર્શાવ્યાં. રતભા અને પાટડાએ તેમજ ગેાખલા અને ઝરૂખાની રચના અને માનક દારા તથા મહેરાખે।ની સજાવટની બાબતમાં હિંદુ શૈલીને વ્યાપક માત્ર જોવા મળે છે.૫૨
શ્રી રત્નમણિરાવ જોટ. કહે છે તેમ “ભરપૂર અલંકાર સાથે જ સ્વચ્છ સાદાઈને, મજબૂતાઈ સાથે લાવણ્યને જે સુમેળ ગુજરાતના મુસ્લિમ સ્થાપત્યમાં સાયા છે એવા હિંદના અન્ય પ્રાંતના કે હિંદુ બહારના દેશાના સ્થાપત્યમાં એવા મુશ્કેલ છે.પ૩