SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ 3'] ધમણ ગાયા [an થતાં તે ઈરાન ચાલ્યા ગયા, પરંતુ પછીથી હિંદમાં આવી ગુજરાતમાં વસ્યા. અહીં તેઓએ સતપંથમાં થેાડાક ફેરફાર કરીને માતાને ચલાન્ગેા, તેને ‘ પીરાણા પંચ ' તરીકે એાળખામાં આવે છે. નવે। ૫ થ . મામશાહના જન્મ ઈ.સ. ૧૪૫૨માં થયા અને અવસાન ૧૫૧૩ કે ૧૫૨૦માં થયું. તેઓ ઈાનથી ગુજરાતમાં આવી અમદાવાદની ઉત્તરે આશરે ચૌદેક કિ.મી. ઉપર આવેલા ગીરમથા' નામના ગામમાં સ્થાયી થયા. એ ગામને આજે ‘પીરાણા’ અર્થાત્ પીરાના સ્થાન તરીકે એળખવામાં આવે છે. તેઓએ ધણા ચમ કાર કર્યાં દાવાનુ કહેવાય છે. અનાવૃષ્ટિ સમયે વરસાદ વરસાવવાના એમના ચમત્કારથી પ્રભાવિત થઈ તે ગુજરાતના એ વખતના સુલતાન મુહમ્મદર જાએ એમને પેાતાની પુત્રી પરણાવી હતી. એનાથી એમને ચાર પુત્ર થયા, જે પીરાણાના સૈયદાના પૂર્વાંજ હતા. તેઓએ એક ચમત્કાર દ્વારા કહુબીઓને પેાતાના પંથમાં આણ્યા. એમના પછી એમના પુત્ર નૂર મુહમ્મદ એમના પંથના પ્રચારક થયા. એમણે સિંધી ભાષામાં સતવેણી—જી–વેલ' (સત ધર્મની વેલ) નામનું પુસ્તક લખ્યું, એમાં એમના સંપ્રદાયના પ્રમામેા અને ક્રર્માંકાડાનું વન છે. મુહમ્મદે પેાતાના અનુયાયીઓ તરફથી ઈરાનમાંના ઇસ્માઇલીએના મામાને માકલાતે દશેાંથ’તે હિસ્સા બંધ કર્યાં, અને એ રીતે એમનેા ઇસ્માઇલીએ સાથેના સંબંધ લગભગ પૂરા કર્યાં. આ સાંપ્રદાયના પેટા વિભાગ આઢિયા' સાતિયા' અને ‘પાંચિયા' તરીકે ઓળખાય છે. પીરાણાના કાકા : આ પંથમાં જોડાયેલ જુદી જુદી કેમેમાં પ્રચારકઉપદેશક તરીકે એમના પીરે નીમેલા મુખીઓને “ કાકા ’કહેવામાં આવે છે. એમની ફરજો તે તે કેમના અનુયાયીઓને ઉપદેશ આપવાની, એમના નાનીમેટી તકરારાના નિકાલ કરવાની અને એમની પાસેથી ધાર્મિક માળા ઉધરાવી એ એમના પીરને મેાલવાની હાય છે. નૂર મુહમ્મદના પુત્રામાં પીર થવા બાબત તકરારા થઈ અને પીરેા નિળ બનતાં કાકાઓની સત્તા વધી, તેથી પહેલાં જેએ મકરબાએના માત્ર મુજાવર હતા તેઓ જે તે ધાર્મિક સંસ્થાના વહીવટકર્તા અને કબજેદાર બની ગયા. ધાર્મિક સિદ્ધાંતા : ઇમામશાહી અલ્લાહને સર્વોત્કૃષ્ટ કિરતાર તરીકે અને મુહમ્મદ સાહેબને એના રસૂલ તરીકે માને છે. આ અગત્યના યકીનના
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy