SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮] સતનત કાલ સૈયદ જલ લ શમ્મદીને અમદાવાદમાં ગાદી ફેરવી. સૈયદ જલાલના સમયથી દાઈઓએ ગુજરાતને પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું. છવીસમા દઈ દાઉદજી બુરહાનુદીન બિન અજબશાહ'ની વફાત પછી ગુજરાતના વહેરાઓએ એક દાઉજી બિન કુતુબશાહને વડા મુલજી તરીકે પસંદ કરી, એ ખબર યમનના ઇસ્માઇલી મુસ્તાલીઓને મોકલી, પરંતુ તેઓએ ત્યાંથી એક સુલેમાનને વડા મુલ્લાંછ નીમ્યા, અને એમને ગુજરાતમાં મોકલ્યા. ગુજરાતના ઘણા ઓછા વહેરાઓએ એમને રવીકાર કર્યો. એમને સ્વીકાર કરનાર “સુલેમાની વહેરા ” કહેવાયા. અને જે મેટા ભાગના વહેરાઓએ પોતે નીમેલા દાઊદ બિન કુતુબશાહના વડા મુલ્લાંજીના દાવાને સ્વીકાર્યો તેઓ “દાઊદી વહેરા' કહેવાયા. આમ હિ.સ. ૯૯૯(ઈ.સ. ૧૫૯૦)માં દાઊદી અને સુલેમાની ફિરકા અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતમાં ઈસ્માઈલી મુસ્તાલીઓને પ્રચારાર્થે આવેલ ભાઈઓ માટે એમ માનવામાં આવે છે કે ઈ.સ. ૧૦૬૭ ના અરસામાં, અરબરતાનના યમન પ્રાંતના હરેક ગામમાંથી ઇસ્માઇલી મુરુતાલી કામના એક વડા મુલ્લાંજી નામે અબ્દુલ્લાને તત્કાલીન ઇમામે ગુજરાતમાં મોકલ્યા હતા અને એ ખંભાત બંદરે ઉતર્યા હતા. મિરાતે અહમદીમાં એમનું નામ “મુહમ્મદ અલી ” આપ્યું છે. એમાં બતાવ્યા પ્રમાણે, આ દાઈની કબર ખ ભાતમાં છે. ત્યાં એમને “પીરે રવાન'(અમર પીર)ના નામથી ઓળખવામાં આવે છે. શ્રી કરીમ મહમદ માસ્તરે એ કબર ખંભાતમાં જેઈ છે.૧૧૦ અને નોંધ્યું છે કે ત્યાં એમનું નામ “અબ્દુલ્લા” પ્રચલિત છે. ત્યાં દરેક વર્ષે ગુજરાતના બધા ભાગમાંથી સંખ્યાબંધ શિયા શહેરા ઝિયારત માટે આવે છે. એ દઈ અબ્દુલ્લા હે કે મુહમ્મદ અલી પતે મહાન વિદ્વાન હતા અને ચમત્કારી પણ હતા. ૧૧૦આ શિયા દાઈઓને આ ધર્મપ્રચાર અઢી સૈકાઓ સુધી નિર્વિધને ચાલે, પરંતુ ગુજરાતને ખૂબ ઝફરખાન પિતાની સાથે ઘણું સુન્ની ઉલેમા લાવ્યો તેમણે ઘણા શિયાઓને સુન્ની મજહબમાં આણ્યા. ત્યાર બાદ ગુજરાતના સ્વતંત્ર બાદશાહે એ બળજબરીથી શિયાઓને સુન્ની બનાવ્યા. અહમદશાહે તે એ સમયના વડા મુલ્લાંછની કતલ કરી હતી.૧૧૧ દાઈઓના ઈતિહાસમાં સૌથી અગત્યને પ્રસંગ એમના વડા મુલ્લાંજી સાહેબ ઈ.સ. ૧૫૨૮માં યમનથી આવી ગુજરાતમાં વસ્યા તે છે. ત્યારથી કાયમ માટે દઈ એની ગાદી ગુજરાતમાં રહી.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy