________________
૧૩ મું]
ધર્મ-સંપ્રદાયે
નીચે આપેલા નકશા ઉપરથી સુન્ની અને શિયાઓના પેટાવિભાગોને ખ્યાલ આવશે :
મુસલમાનો
- સુન્ની
શિયા
તેની સાઈ મામિકા બની
ઇસના સાબીન ઉફે ઇસ્માઇલી આશરી (ઈમામ ઈસ્માઈલ (૧૨ ઇમામોને સહિત ૭ ઇમામોને માનનાર)
માનનાર)
આ ખેાજા
મુસ્તાલી અથવા વહેરા
નિઝારી અથવા બેજા ઇસ્માઇલી મુસ્તાલીએ અથવા ગુજરાતના વહેરા
એમની ધાર્મિક શાસનતંત્રની વ્યવસ્થા પ્રમાણે •૯ સૌથી ઉચ્ચ સ્થાને નાતિક આવે છે. હ. પેગંબર સાહેબ તેઓના “નાતિક છે. “નાતિક પછીનું સ્થાન અસ” અથવા “વસી નું છે. હ. અલી એમના “અસ” છે. “અસ” પછી ઈમામનું રથાન આવે છે. ઈમામ હ. અલી અને હ. ફાતિમાના વંશજ છે તેથી તેઓ ઘણા પૂજ્ય છે. ઈમામ પિતાના અનુયાયીઓ ઉપર સંપૂર્ણ હકૂમત ધરાવે છે. એમના એ કાર્યમાં મદદ કરવા માટે એમને બે પ્રકારના કાર્યકરોની જરૂર રહે છે : “હુજજત” અને “દાઈ. “હુજજત” એમના અનુયાયીઓની સામાજિક વ્યવસ્થા અને સંચાલનનું કાર્ય સંભાળે છે. અને દાઈ એમની મજહબ પ્રત્યેની ભાવના કેળવવાનું કામ કરે છે. દાઈઓ પણ પોતાના કાર્ય માટે વ્યવસ્થાતંત્ર રાખે છે. એ તંત્રમાં બે પ્રકારના હોદેદાર હોય છે. પહેલા “આમીલ', જે મોટે ભાગે દાઈના પુત્ર કે વારસ હોય છે. ત્યાર પછી “માઝન” અર્થાત જેને અમલ કરવાની પરવાનગી આપવામાં આવી હોય તે હેાય છે.
ઈ.સ. ૧૧૩૩ માં સર્વસત્તાધીશ દાઈઓની પરંપરા ચાલુ થઈ. એ પરંપરામાં અત્યાર સુધીમાં ૫૧ દઈ થયા છે. એમાંથી પહેલા ૨૪ યમની હતા. ૨૪ મા દાઈ (૧૫૩૯) તુકેના જુલ્મને કારણે યમનને અસલામત સમજી ભારતમાં આવ્યા અને એમણે સિદ્ધપુરમાં ગાદી સ્થાપી. એમના પુત્ર અને પચીસમા દાઈ