SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ઝo ] સતનત કાલ મુસલમાન જે દિવસેને પવિત્ર સમજી શ્રદ્ધાપૂર્વક ઊજવે છે તે આ પ્રમાણે છેઃ મહેરમ (વર્ષને શરૂઆતને મહિને, જેમાં ઈમામ હુસેનની શહાદત થઈ હતી), બારા વફાત (રબી ઉલ અવ્વલની ૧૨ મી તારીખે જ્યારે હ. પેગંબર સાહેબની વફાત થઈ હતી), શબે મેરાજ (જે રાતે હ. પેગંબર સાહેબ, અલ્લાહ પાકની મુલાકાત માટે ગયા હતા), શબે બરાત (જે રાતે વિધાતા, જેને જન્મ હજી થયા નથી તેવા આત્માઓની તકદીર લખે છે), શબે કદ્ર (જે રાતે ઇસ્લામની સૌથી પહેલી “વહી મળી હતી), રમજાન ઈદ (રમજાન માસમાં રોજા પુરા થયા પછી અનાજની ખેરાત કરવાને દિવસ), બકરી ઈદ (જે દિવસે હ. ઈબ્રાહીમ પેગંબરે અલાહ તાલાના ફરમાનથી પોતાના પુત્ર હ. ઈસ્માઈલની કુરબાની આપી હતી), અને ઈદ-એ-ગીર (જે દિવસે શિયાઓની માન્યતા મુજબ હ, પેગંબર સાહેબે હ. અલીને પોતાના વારસ નીમ્યા હતા). ઇસ્લામમાં રિકા , શ્રી કરીમ મહંમદ ભારતને સુનીઓના ૪ ફિરકા, શિયાઓના ૧૨ ફ્રિકા, ખ્યારિઝીઓના ૧૨ ફિરા, મજહબે ઝિબ્રિયાના ૯ ફિરકા, મજહબે કાદરિયાના ૧૨ ફિરકા, મજહબે ઝહિમિયાન ૧૨ ફિરકા અને મજહબે મુર્જિયાના ૧૨ ફિરકા મળી કુલ ૭૩ અને બીજા વધારાના ૧૨ ફિરકા મળી આશરે ૮૫ ફિરકાઓનાં નામ પિતાના “મહાગુજરાતના મુસલમાન' (ભા. ૧ અને ૨, પૃષ્ઠ ૪૪૫ અને ૪૪૬)માં ગણાવ્યા છે, જેમાં આધુનિક સમયમાં ઉત્પન્ન થયેલા વહાબી, બાબી વગેરે ફિરકાઓ બાદ કરતાં મોટા ભાગના ફિરકા સતતના સમયમાં અસ્તિત્વમાં આવી ગયા હતા. ગુજરાતને સ્પર્શે છે ત્યાં સુધી શિયા અને સુનીઓના ફિરકા વધુ મહત્વના હતા. | મુસલમાને હ. મુહમ્મદ પૈગંબર સાહેબ દ્વારા પ્રવર્તાવેલ ઈરલામમાં માને છે, પરંતુ હ. પેગંબર સાહેબની વફાત પછી એમના વારસદારના અને મુસલમાને બે મુખ્ય વિભાગોમાં વહેંચાઈ ગયા: સુન્ની અને શિયા. ઉપર્યુકત વિભાગ અને પેટાવિભાગે મેટે ભાગે તે વારસના પ્રશ્નના કારણે જ ઉદ્દભવ્યા છે. - હ. મુહમ્મદ પૈગંબર સાહેબ પછી એમના વારસદાર કોણ–એમના જમાઈ હ. અલી કે એમના ત્રણ અસહાબ–હ. અબુબકર, હ. ઉમર અને હ. ઉસમાન ? હ. અલી પેગંબર સાહેબના કુટુંબી હતા, એમની પુત્રી હ. ફાતિમાના પતિ હતા અને હજરત પેગંબરે પોતે જ એમને ઈદ-એ-મદીરના દિવસે પિતાના કુટુંબી તરીકે જાહેર કર્યા હતા. બીજી બાજુ હ. અબુબકર, હ. ઉમર અને હ. ઉસમાન પેગંબર સાહેબના અસહબા હતા, વડીલે હતા અને સંનિષ્ઠ સાથે દાર હતા
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy