SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ-સંપ્રદાય [૩૭૩ ઈલામનો પ્રચાર કરનાર રાજ્યકર્તાઓમાં મુખ્ય તો ગુજરાતને સૂબે અલ્પખાન અને ગુજરાતના કેટલાક સુલતાન હતા. શિયા મજહબને ફેલાવે ઈરાનથી મોકલવામાં આવેલા ઉપદેશકોએ કર્યો હતો, જેમાં મુસ્તાલી ઇસ્માઇલી અથવા વહેરાઓના મજહબી ઈમામ તરફથી આવેલા દાઈ અબ્દુલ્લા (ઈ.સ. ૧૦૬૭) અને પિતાને શેખ-ઉલ-જલબ તરીકે ઓળખાવતા, અલમૂતના શાસનકર્તા હસન અલા ઝિફ્રિ હિસ્સલામ અને ઇસ્માઇલી સંપ્રદાયને પ્રચાર કરવા મોકલેલા નૂર સતગર મુખ્ય છે. ગુજરાતના મુસલમાનોને સામાન્ય રીતે રૂઢિચુસ્ત ગણી શકાય, તેથી દીનનાં ફરમાન તેઓ સંભાળપૂર્વક અને ચીવટથી પાળતા. એ ઉપરાંત એમની કેટલીક માન્યતાઓ, ઉત્સવો અને ધાર્મિક શ્રદ્ધાપ્રેરિત પ્રસંગે પણ સારી રીતે ઊજવાતા. ગુજરાતના સૈયદે અને કેટલાક ચિતી અને ફરીથી શેખ પીરીમુરીદી(ગુરુ-શિષ્ય)ને ધંધો કરતા. પીરને માનનાર એને મુરીદ કહેવાતો. માનતાઓ માનવી એ ઈરલામની શરૂઆત પહેલાનો રિવાજ છે. રાજા રાખવા, અમુક વખત નમાજ પઢવી, ખેરાત કરવી, ગરીબેને જમાડવા અથવા કઈ ધાર્મિક કે ધર્મ મકાન કે સંસ્થા બંધાવવાં, એ સ્થાપવાની માનતા રાખવી, એ બધુ ઈસ્લામના કાયદાકાનૂન અનુસાર છે. ધાર્મિક વૃત્તિવાળા મુસલભાનો આ પ્રકારની માનતા માનતા. ઉપરાંત તેઓ હયાત અથવા પહેલાં થઈ ગયેલા વલી એલિયા કે પીર પેગંબરની માનતાઓ પણ માનતા. મુસલમાનોમાં ધાર્મિક મકાન સાધારણ રીતે ત્રણ પ્રકારનાં હતાં ? (૧) મસ્જિદ, (૨) સુનીઓની ઈદગાહ (ઈદની નમાજ પઢવાની જગ્યાઓ) અને (૩) શિયાઓના ઈમામવાડાએ, જેમ તેઓ એમના ઇમામોની તારીફ પઢે છે અને એમના મરસિયા ગાય છે. ગુજરાતમાં નેધપાત્ર એવા બે ઈમામવાડા, એક સુરતમાં અને બીજે ખંભાતમાં છે. એમાં પણ ખંભાતને ઈમામવાડે ઘણે ભવ્ય છે. મજહબી હોદ્દેદારોમાં મુજાવર (મજિદ સાફસૂફ રાખનાર અને રાત્રે એમાં દીવાબત્તી કરનાર), મુતવલી કે વલી (ટ્રસ્ટી). રોજની નમાજ પઢાવનાર મુલ્લા, સુનીઓમાં જુમ્માના ખુલ્લા પઢનાર ખતીબ, શિયાઓના ઈમામવાડાઓમાં ભરસિયા ગાનાર “ભરસિયાખાન', શરિયતના કાનૂન શીખવનાર મૌલવી અને તત્કાલીન દીવાની તકરારમાં ફેંસલા કરનાર કાછ મુખ્ય છે.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy