SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ [ સતનત કાલ ૩૫. ] .. ઉપલબ્ધ કૂફી અભિલેખોમાં પ્રાચીનમાં પ્રાચીન અ લેખ કજિલ્લાના ભદ્રેશ્વરગામેથી મળી આવ્યા છે. ૧૨ મી સદીના મધ્યથી મળતા આ અભિલેખ સુંદર ફફી શૈલીમાં મોટા અને ઘણા ઊપસી આવેલા અક્ષરના કંડારવામાં આવેલા છે. બ્રેશ્વરના આવા મળી આવેલા કુલ લેખ આઠ છે. ૧૫ જેમાં બેએ કનું આમ તો અલંકૃત, પણ પ્રમાણમાં સાદી, ચારેકનું ઠીક ઠીક પ્રમાણમાં આ કારિક અને બેએકનું તે અતિ-આલંરિક શૈલી માં નિરૂપણ થયું છે. અલંકાયુક્ત લેખોમાં ખુદ અક્ષરે ની કલાત્મક લખાવટ ઉપરાંત તેઓની ઊભી રેખાઓને ઉપર લંબાવી તેઓને એકબીજા સાથે સાંકળી તરેહ તરેહની સુંદર ભૌતિક આકૃતિઓમાં ગૂંથા કે વચમાંની ખાતે જગ્યામાં ફૂલબુટ્ટાની ભાત મૂકી છે. આથી લખાણ સુશોભનના એક મનનીય કલાકૃતિના નમૂના જેવું બની ગયું છે. ખંભાતમાં સાવ કૂફીમાં કંડારેલે એક લેખ મળી આવ્યો છે, જેમાં માત્ર વિડ્મિનિરીમ લખેલું છે. આ લેખ ૧૨ મી સદીમાં કંડારાયેલે હોય એમ લાગે છે. તે લખાણ કૂફીની આલંકારિક શૈલીમાં છે. ૧૭ તદુપરાંત ૧૩ મી સદીના ખંભાત, વેરાવળ વગેરે સ્થળોના કેટલાક લેખોમાં માત્ર વિસ્મિાદ અલંકૃત મૂકી શૈલીમાં કંડારવામાં આવેલ છે, જયારે બાકીનું લખાણ નખ શૈલીમાં છે. સત્તનત કાળ દરમ્યાનના મોટા ભાગના બહુધા નખ અને થુલ્ય કે તેઓની પેટા શૈલીમાં લખાયા છે. મૂળમાં તો નખનો પ્રયોગ લખાણમાં લગભગ સ થે સાથે કે થોડા સમય પછી શરૂ થયો હતો, કૂફીની કેમકે રોજિંદા વ્યવહારમાં સમય તેમજ સગવડને ધ્યાનમાં લેતાં કાણદાર અને લચકરહિત ઊભી, આડી અને તીરછી રેખાઓવાળી શૈલીમાં લખવું સુગમ ન પડે એ દેખીતું છે, એટલે પ્રારંભથી જ કૂફીને પ્રવેગ, ઉપર કહેવાઈ ગયું છે તેમ, અમુક ક્ષેત્રોમાં આલંકારિક કે ઔપચારિક હતુ પૂરતો મર્યાદિત હતો અને રોજિંદા લેખનમાં કુફી કરતાં વિશેષ પ્રમાણમાં છે. તે કરતાં સહેજ લચકદાર અને વળ કપાળી નખશૈલી વપરાતી. નખમાં અક્ષરની રેખાઓમાં બે તૃતીયાંશ સુરેખતા (સીધાપણું) અને એક તૃતીયાંશ વક હોવી આવશ્યક ગણાતી. આને લઈને વ્યવહારમાં નખને પ્રવેગ ધુ પ્રમાણમાં થયેલો જોવા મળે છે. હિંદુસ્તાનના વિવિધ ભાગોમાં અત્યંત આલંકારિક ફી શૈલીયત લખાણ લખી શકનાર સુલેખનકારોની ઊણપ તેમજ ખુદ બીજા ઇસ્લામી દેશમાં પણ રફતે તે આલંકારિક શૈલીના સરતા જતા પ્રાધાન્યને લઈને પણ ૧૭ મી સદીથી અભિલેખોમાં મૂકીને બદલે નખે માધ્યમનું સ્થાન લીધું.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy