SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ 1 ભાષા અને સાહિત્ય આ કાલખંડમાં ગુજરાતમાં સર્વત્ર ક્રાંતિનું મોજું ફરી વળ્યું: જૂની વિચારસરણીમાં ખળભળાટ મચી ગયો. સાહિત્યમાં પરિવર્તન આવવા લાગ્યું ને નવા પ્રકાર ખેડાવા લાગ્યા. ભાષાએ નો સ્વાંગ સજવા માંડયો. સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓનું રાજકીય મહત્ત્વ ઓસરવા લાગ્યું. દાનપત્રોને બદલે ફરમાન આવ્યાં. પૂર્તકાર્યોની પ્રશસ્તિઓ ઓછી થઈ ગઈ. રાજાતિ બ્રાહ્મણ પંડિતોની રચનાઓ ઓસરતી ચાલી. પ્રાચીન પઠન પાઠનમાં ઓટ આવવા લાગી. ગુજરાતી ભાષાનું સ્વરૂપ ઘડાવા લાગ્યું. અંબદેવસૂરિએ “સમરારાસો માં એક કડીમાં આ સમયનું બંદૂ ચિત્ર દેરી બતાવ્યું છે: हिव पूण नवीय ज वात. जिणि दीहाडइ दोहलइ ___खत्तिय खग्गु न लिति. साहसियह साहसु गलइ. " ભાષા સંસ્કૃત સંસ્કૃતમાં બે પ્રકારની રચનાઓ જોવા મળે છે. કેટલાક લેખકોએ બીજા મહાકવિઓની જેમ પ્રોઢ સંસ્કૃતિની પ્રયોગ ચાલુ રાખ્યો, જ્યારે બીજા પ્રકારના લેખકેએ પ્રાકૃત-પ્રભાવિત નવીન સંસ્કૃતિને જન્મ આપ્યો. ડે હટલા જેન લેકભાષામય સંસ્કૃતિ’ નામથી ઓળખાવે છે તેવો સંસ્કૃત ભાષાને વિશિષ્ટ પ્રકાર જૈનાચાર્યો લગભગ આઠમી શતાબ્દીથી ખેડતા આવતા હતા. એ જૈન સંસ્કૃતને આ સમયમાં વિશેષ લોકભાષામય બનાવવા જૈન ગ્રંથકારેએ પ્રયત્ન કર્યો. નવા શબ્દો તેમ ધાતુરૂપો બનાવી રચનાઓમાં દેશી રવરૂપે તરતાં મૂકી ભાષાકીય ભંડારને વધુ સમૃદ્ધ બનાવ્યો. વિ સં. ૧૬૮૧(ઈ.સ. ૧૫૨૪) માં સાધુ સુદરગણિએ રચેલા “ઉક્તિનાકરમાં તસમ કે નવા શબ્દ જોવા મળે છે, જેમકે acq–બાપ, વાઢિI-દાઢી, દુઃ–હાડ ઘોટ-ઘડવું, મો–મધૂ–મોર, મા-ઝગડઉ, ર–રાબ, સાર-ઝાડ, જિwાં -હાંડી, વતક –પડઘઉ, વળા-વાની, છિન્ન- ઉછીનઉ,, વર્ધમાન–વધામણઉ, વેષ્ટિમા-ઢિમી, વાત્ર-ખાતર વગેરે.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy