SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ. ખંભાત–ગુજરાતનું મશહુર બંદર ૨૯૫ એના ચાલુ ભાવ આપે છે. વેપારના કહેવા મુજબ માલ વેચી કે ખરીદી આપે છે, જકાત વગેરે લાગા ચૂકવી આપે છે. ગમે તેટલે વખત લાગે તો પણ દલાલ વગર જાતે કંઈ કામ થતું નથી.૨૦ ખંભાતના વેપારીઓ વેપારધંધા માટે અન્ય સ્થળોએ પણ વસતા, દક્ષિણ ભારતમાં પ્રાચીન કાલીકટ અને ડામોલમાં ખંભાતના વેપારીઓ જુદા લત્તામાં સારા ઘરમાં રહેતા ને પોતાના પ્રદેશના રિવાજ પાળતા. પરદેશમાં હેમુઝ બંદરે તેનજ આફ્રિકામાં મબાસા અને મોલી દામાં અહીંના વેપારી હતા. ઘણું વિદેશી મુસાફરો આ વેપારીઓ હોશિયાર અને ભરોસાપાત્ર હોવાનો અભિપ્રાય આપે છે, જ્યારે બીજા કેટલાક તેઓ કંજૂસ અને છેતરનારા હોવાનું જણાવે છે. ૨૧ બંદરની પડતી મહમૂદ બેગડાના રાજ્યકાલના પાછલા ભાગમાં ફિરંગીઓએ અરબી સમુદ્રના કિનારાનાં બંદરો પર આક્રમણ શરૂ કર્યા હતાં. ગોવામાં પિતાના પગ મજબૂત: કર્યા પછી આગળ જતાં દીવમાં પગપેસારો કરી કિલ્લે બાંધવા કોશીશ કરી હતી.. ગુજરાતના સુલતાન પાસેથી વસઈ મેળવ્યું હતું. ગુજરાતનાં વહાણોને દેશાવર : જતાં વસઈ જઈ ફિરંગી પરવાનો મેળવે પડતો ને દેશાવરથી પાછા ફરતાં પણ વસઈ આવી જકાત આપવી પડતી. ગુજરાતનાં બંદરામાં યુદ્ધ માટેનાં વહાણું. બાંધવાની મનાઈ થઈ. બહાદુરશાહના સમયમાં ફિરંગીઓને દીવમાં કિલ્લો બાંધવાની પરવાનગી મળી અને આગળ જતાં દમણું બંદર પણ કબજે કર્યું, પરિણામે ખંભાતને આફ્રિકા ઈરાન અને દક્ષિણ ભારતનાં બંદરે સાથે વેપાર ઘટતો ગયો. વળી બહાદુરશાહના મરણ પછી ગુજરાતની સલતનત છિન્નભિન્ન થઈ ગઈ. એમાં ખંભાત રસૈયદ મુબારક બુખારીના, એમના મરણ પછી અમીર ઇતિમાદખાનના ને છેવટે ભરૂચના ચંગીઝખાનના હાથમાં આવ્યું હતું, પરંતુ ચંગીઝખાનનું ખૂન થયું ને ત્યાં જદૂ જહારખાન હબસીની સત્તા પ્રવર્તે. ઈતિમાદખાને મુઘલ બાદશાહ અકબરને ગુજરાત પર ચડાઈ કરવા નિમંત્રણ આપ્યું ને ગુજરાત પર મુઘલ બાદશાહની સત્તા પ્રવંત. અકબરે અમદાવાદનો કબજે લઈ ખંભાતમાં પિતાની આણ પ્રવર્તાવી, પરંતુ પહેલાં મિરઝા મુહમ્મદ હુસેને અને પછી સુલતાન મુઝફરશાહે ત્યાં ઉપદ્રવ કર્યો, ૨૨ પણ છેવટે ત્યાં મુઘલ સત્તા દઢ થઈ. આ રાજકીય સંજોગોની વિષમતાને લઈને પણ ખંભાતના વેપારને ફટકો પડશે. ૧૬ મી સદીના પાછલા ભાગમાં સિંધમાં ઠઠ્ઠા બંદરનું મહત્ત્વ વધતું જતાં મુલતાન પંજાબ અને ઉત્તર હિંદનો ઘણો વેપાર ખંભાતને બદલે એ બંદરેથી થવા લાગ્યો.૨૩ આ અરસામાં મહી વગેરે નદીઓના કાંપને લઈને ખંભાતના
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy