________________
પ્રકરણ ૧૦
આર્થિક સ્થિતિ
સતનત કાલ દરયાન રિસોર હજાર ગામ ને થોડાં શહેરોમાં વસેલા ગુજરાતમાં ખેતી અને વેપાર એ બે મોટા ધંધા હતા. આ બંને ધંધા એવા ખલ્યા હતા કે એ સમૃદ્ધિ અને સેંધવારીને જમાને હતો. ઘઉં ચેખા જવ જુવાર ચણા તલ જેવાં ધા તથા કેરી શેરડી અંજીર દ્રાક્ષ દાડમ કાગદી-લીંબુ કેળાં નાળિયેર તડબૂચ રાયણ જેવાં ફળ પણ પુષ્કળ પ્રમાણમાં પાકતાં. ર જાત જાતની કેરીના સ્વાદથી પરદેશીઓ તો આફરીન થઈ જતા.૩ શેરડી તે એટલી બધી પાકતી કે એને ભાવ પણ પુછાતો ન હતો. શાકભાજી પણ સારા પ્રમાણમાં થતી
ફીરોજશાહ તુગલુકે મહેસૂલ વગેરેની જે સુવ્યવસ્થા કરી તેને પરિણામે દેશમાં કાયમી સોંઘવારી થઈ. મહમૂદ બેગડાની વ્યવસ્થાએ પણ ભાવની સપાટી સારા પ્રમાણમાં નીચા રાખી હતી. એક ર્દેિશ પ્રમાણે ફીરોજશાહના શાસનમાં ઘઉં આઠ “જિતલ'ના એક મણ મળતા, જ્યારે ચણા ચાર “જિતલ'ના મણના ભાવે વેચાતા. બીજા નિર્દેશ અનુસાર ઈસવી સનના ૧૪મા શતકમાં ઘઉં છ આને મણ, જવ ચાર આને મણું, ચેખા સાડા-સાત આને મણ, ચણા બે આને ભણ, ખાંડ એક રૂપિયે મણ તથા સાકર સવા રૂપિયે મણના ભાવે મળતી, જ્યારે ઊંચી જાતનાં ભેંસ કે બળદને ભાવ બે રૂપિયા હતો સ્વાભાવિક રીતે દૂધ-ઘીની છત હતી અને ખાવાપીવાની ચીજોની દુકાને પણ પુષ્કળ હતી. મીઠાઈઓ તથા સૂકાં ફળ બગડ્યા વિના ગુજરાતથી મક્કા સુધી જતાં.•
આમ ખેતીમાં મબલખ પાક ઊતરતો હતો એમ લાગે છે, પરંતુ યુદ્ધોના એ કાલમાં આક્રમક સૈન્ય આજુબાજુના ખાલસા પ્રદેશને પાયમાલ કરતું, જેમાં ખેતીને પણ નાશ થતો. ૧૧
કપાસ સારા પ્રમાણમાં થતો હાઈ પ્રાચીન કાલથી જ ગુજરાતમાં કાપડઉદ્યાગ ખીલ્યો છે. એ સમયમાં રચાયેલા “વર્ણકમાં વિવિધ પ્રકારનાં