________________
૨૦)
સતનત કાલ
મૌલાના સૈયદ અબુ ઝફર નદવી સાહેબે ગુજરાતમાં સ્થપાયેલ આવી અનેક મદરેસાઓનાં નામ અને તેઓને ટૂંકે પરિચય “ગુઝરાતી તમતી તારી માં આપે છે. એવી મદરેસાઓમાં “મદરેસાએ શાહઆલમ, મેંગ્લરકા મદરેસા (માંગરોળ શહેરમાં સ્થપાયેલ મદરેસા) અને “મદરેસાએ આલિયા અલવીઆ” વગેરે સેંધપાત્ર છે.
આ ઉપરાંત ગુજરાતમાં અનેક પુસ્તકાલય (કિતાબખાન) પણ હતાં. ગુજરાતમાં સ્વતંત્ર ઇસ્લામી હક્ષ્મતની સ્થાપના થતાં અનેક વિદ્વાને તથા મહાત્માઓ સુલતાનના દરબારમાં આવવા લાગ્યા. એમના સંસર્ગથી પ્રેરાઈને સુલતાન અહમદશાહે એક શાહી કિતાબખાનું શરૂ કર્યું. સુલતાન મુહમ્મદશાહ બિન મહમદશાહે (ઈ.સ. ૧૪૫૧) “મદરેસા એ શમએ બુરહા ની અને આ શાહી કિતાબખાનામાંથી કેટલાંક પુસ્તક ભેટ આપ્યાં હતા. આવા કિતાબખાનાંઓમાં ઉસમાનપુરાનું કિતાબખાનું, સરખેજનું કિતાબખાનું તથા શાહઆલમનું કિતાબખાનું મુખ્ય છે.
સલતનતના સમયમાં આ રીતે તાલીમની ઘણી સારી વ્યવસ્થા હતી.
મને રંજન
મુસલમાને માટે મને રંજનની પણ વ્યવસ્થા હોવાનું જણાય છે. ઘર બહાર ની રમતમાં શિકાર અને ઘોડેસવારી મુખ્ય હતાં. મનોરંજન માટે લડાયક મરઘાં, ઘેટાં બટેર(quails) અને સુખં(red wax bills)ને પરસ્પર લડાવી એ ઉપર દાવ લગાવવાનું એમને પસંદ હતું. - ઘરમાં રમવાની રમતમાં ગંજીફો અને શેતરંજ મુખ્ય હતાં. એ ઉપરાંત તેઓ ચૌસર અને પચ્ચીસીની રમતો પણ રમતા. શેતરંજ રમવાની ઈરાની અને હિદી રીતે જુદી હતી. ઈરાની રીતને “ ઝરાફ” કહેતા અને હિદી રીતને જોરાબાજી' કહેતા.૧૪
પેગંબર સાહેબને સંગીત પસંદ ન હતું, તેથી સંગીતને ધંધો મુસલમાનમાં આબરૂદાર ગણાતો નથી. એમ છતાં શોખને ખાતર બધી કામોમાં કેટલાંક સ્ત્રીપુરુષો સંગીત શીખતાં અને ખાનગી સંગીતના જલસામાં ભાગ લેતાં. તેઓને મોટે ભાગે ગઝલે ગાવાનું પસંદ હતું અને સિતારને શોખ હતો.પ