________________
૨૨
સલતનત કાલ
ગુજરાતી મુસ્લિમોનું સામાજિક રૂપ જુદું છે. ઈસ્લામમાં જ્ઞાતિપ્રથા નથી, પરંતુ ભારતના હિંદુઓમાંથી ઇસ્લામને સ્વીકાર કરી જે લેકે ધાર્મિક દષ્ટિએ મુરિલમ બન્યા હતા તેઓએ હિંદુઓને ઘણું રિવાજો જાળવી રાખ્યા હતા. એને જ કારણે ઇસ્લામના વિશાળ ક્ષેત્રમાં જ્ઞાતિના નાનામોટા વાડા જોવા મળે છે,
21. 21716 GB Muslim Communities in Gujaratમાં આવી લગભગ ૬૯ મુસ્લિમ કોમનો ઉલ્લેખ કર્યો છે અને એમાંની ઘણી કોમોની ઉત્પત્તિ પ્રદેશ રહેણીકરણી તેમજ સામાજિક રીતરિવાજ તથા લગ્નપ્રથા વગેરેનું વિરતારપૂર્વક વર્ણન કર્યું છે, તેમાં મુખ્યત્વે તેઓએ પઠાણ સૈયદ શેખ મુઘલ બલુચ મકરાણુ કુરેશી ઘોરી મુલતાની અરબ કાઝી બાબી તથા કેટલીક કંધાદારી કામો જેવી કે વહેલા ઘાંચી ગરાસિયા છીપા ખાટકી કડિયા મેમણ મોમીન પીંજારા કસ્બાતી કુંભાર ખત્રી બેબી ભઠિયારા બોજા ભીસ્તી રંજ રેજ સીદી અને ભેઈ વગેરેને ઉલેખ કર્યો છે.
એ જ પ્રમાણે શ્રી. કરીમ મહમદ માસ્તરે “મહાગુજરાતના મુસલમાનોમાં મુસલમાનોના અનેક પેટા વિભાગોને વિસ્તૃત પરિચય આપે છે, તેઓએ ગુજરાતના ધર્માતર કરેલ મુસલમાની ૭૮ જાતો ગણાવી છે, તેમાં ૯ ધાર્મિક, ૫ વેપારી, ૧૮ ખેડૂત, ૨૨ કારીગર, ૧૦ નોકરિયાત અને ૧૪ મજૂરવર્ગ બતાવ્યા છે. ૭૮ માંથી ૬૫ સુની, ૯ શિયા, અને બાકીના ૪ હુસેની બતાવ્યા છે.
એ જોતાં ગુજરાતની મુસ્લિમ કોમને સામાન્ય રીતે પાંચ વર્ગોમાં વહેંચી શકાયઃ (૧) લડાયક કેમ, (૨) વિદ્વાન બુદ્ધિજીવી કેમ, (૩) વેપારી કામ, (૪) ખેડૂત કેમ અને (૫) કારીગર કે.
લડાયક કેમોમાં પઠાણ મુઘલ બલુચ મકરાણી વગેરેનો સમાવેશ થઈ શકે. મુખ્યત્વે તેઓ સિપાહીગીરી કરતા. તેઓ મોટે ભાગે વિદેશથી આવેલ શુદ્ધ મુસલમાન હતા. રાજ્યશાસનમાં એમનું સ્થાન આગળ પડતું હતું. સલ્તનતના ઉચ્ચ હોદ્દા પર તેઓ જ નિમાતા. તેઓને “ખાન” “અમીર' “મલેક” અને “સિપાહસાલાર’ જેવા ઈલકાબ અને હોદ્દા મળતા અને એમની ગ્યતા પ્રમાણે જાગીર પણ અપાતી. મહેસૂલમાંથી એમને મબલખ આવક થતી, આથી તેઓ દબદબાપૂર્વક રહેતા. પરિણામે એમનામાં વૈભવપ્રિયતા અધિક અને મજહબી ભાવના ઓછી રહેતી,
વિદ્વાન બુદ્ધિજીવી કેમમાં સૈયદ કાઝી મૌલવી ઇમામ ખતીન શેખ વગેરેને સમાવેશ કરી શકાય. તેઓનું કામ શિક્ષણ આપવાનું, મજહબી પ્રચાર રવાનું અને વહીવટી સેવાઓમાં કાકુની જેવાં કાર્યો કરવાનું હતું. સતત તત