SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦૦ સલ્તનત ફાલ 13. કરતા.૧૨ બહુપત્ની કરનાર પતિ એની દરેક પત્ની પર સમાન ભાવ ન રાખી શકે અને બધી પત્ની વચ્ચે સંપ ન રહે એ સ્વાભાવિક છે. બધી પત્નીએમાં સ્ત્રીસહજ ઈર્ષ્યા અસૂયા રાગદ્વેષ હોય ત્યારે માનવસહજ નિળતા ધરાવતા પુરુષની હાલત કફાડી બની, શાકનું સાલ દૂર કરવા માટે ચાલાક સ્ત્રી કાચા કાનના પતિને ભંભેરતી અને શાકથને પિયર તગેડી મૂકા કે એનું મૃત્યુ નિપજાવવાય કશિશ કરતી. લગ્નની કાઈ પણ પ્રથામાં સ્ત્રીનું મરણ થતાં પુરુષ બીજી સ્ત્રી કરતા ત્યારે બીજી પત્નીને શાકથનાં બાળકાનું જતન કરવું પડતુ. આ સતાના પ્રત્યે કુદરતી પ્રેમ નહિ હોવાથી એ સ્વાભાવિક રીતે એમનું કાસળ કાઢવા પ્રયત્ન કરતી. પતિના પ્રેમ પામતી સ્ત્રી આમાં સહેલાઈથી સફ્ળ થતી ને કાં તે સાવકાં -સતાનાને ઘર બહાર કઢાવતી કે વિષ આપીને સદાને માટે પેાઢાડી દેતી.૧૩ વિધવાની હાલત કફોડી હતી. પતિના મૃત્યુથી એ સાસરામાં અને પિયરમાં અ ંતે જગ્યાએ માત ગુમાવતી. એને કાઈ ભાવ પૂછ્યું નહિ. એને અને એનાં આળકાને ધણું સહન કરવું પડતું. પિયરમાં રહેતી આવી સ્ત્રીને એની ભાભી ખલા -ગણતી ને એ ટળે માટે મહેણાંનેા માર માર્યા કરતી. ઠેર ઠેરથી જાકારા થતાં શ્રી કંટાળીને કયારેક આપદ્માત કરતી. સાહિજક પ્રેમનો સ્રોત સુકાઈ જતાં સ્ત્રીઓનેા સ્વભાવ કર્કશ થઈ જતા, અસંતુષ્ટ અને દુઃખી સ્ત્રીઓને કપટી સાધુએ અને વહેંચક ચેાગીએ ભાળવીને સાવતા. સ્ત્રીઓના પતનમાં કુટણી સ્ત્રીએ પણ સહાયતા કરતી; જોકે આનેા અર્થ એમ નથી કે આ કાલમાં પતિવ્રતા અને સુશીલ સ્ત્રીએના અભાવ હતા. સુશીલ સ્ત્રી પરિવારની પ્રત્યેક વ્યક્તિને પ્રેમ અને આદર આપતી, જેને લઈને એ કુટુંબમાં બધા સભ્યાનેા પ્રેમ સંપાદન કરી શકતી, આવી પુણ્યચરિત સ્ત્રીઓનું ધર તીર્થ સમાન ગણાતુ . ૧૪ કન્યાને જન્મ કમનસીબ મનાતા હાઇ સ્ત્રીને પુત્ર અવતરે તે। એનું સમાન થતું, પણ પુત્રી અવતરે તેા સ્ત્રીએ જાણે ગુના કર્યાં હાય એમ એને કટુવચના અને મહેણાંટાણાં સાંભળવા પડતાં. વંશવેલાને આગળ વધારનાર અને પેાતાનું નામ જીવંત રાખનાર પુત્ર ન થાય તે। જાતજાતની માનતાએ રખાતી તે ધાર્મિક કાર્ય કરાતાં, આમ છતાં પુત્ર ન થાય તેા દત્તક લેવાની પ્રથા પણ હતી. પુત્ર વૃદ્ધાવસ્થાના ટેકારૂપ ગણાતા.૧૫ વ્યક્તિ પેાતાની પરિસ્થિતિ રુચિ અને જીવન-વિષયક માન્યતાઓને આધારે · જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે ભોજન વેશભૂષા તેમજ અન્ય સામાજિક આચારાનું નિર્માણ કરે છે અને એ રહેણીકરણીમાં સંસ્કૃતિનું પ્રતિ
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy