________________
૨૫૮]
સતનત કાલ
મહાયજ્ઞો જેવી આહ્નિક ક્રિયાઓમાં દિન નિગમન કરતા. મોટા ભાગને બ્રાહ્મણ વર્ગ પુરોહિત વર્ગ બની ગયો હતો. યજમાનવૃત્તિ રૂઢ થઈ ગઈ હતી, જોકે વિદ્વાન અને શાસ્ત્રાભ્યાસી બ્રાહ્મણને યજમાનવૃત્તિ તરફ અણગમે હતો. સાધારણ ભણેલે બ્રાહ્મણ કથા વાચક પુરાણી બનતો. આ કાલ સાહિત્યમાં બ્રાહ્મણોની ૮૪જ્ઞાતિ હેવાના ઉલ્લેખ મળે છે. એમાં નાગર અને શ્રીમાળી મોટી જ્ઞાતિઓ ગણાતી હતી.
સેલંકી રાજ્યના પતન પછી ઘણું ક્ષત્રિ સ્થાનિક હિંદુ રાજાઓના આશ્રય નીચે ગયા હતા. ક્ષત્રિયો મુખ્યત્વે સૈનિક કાર્યમાં પ્રવૃત્ત હતા, પણ હવે એમને કેટલાક અન્ય વ્યવસાય પણ સ્વીકારવા પડ્યા હતા. “સમરારાસુ અનુસાર આવા ક્ષત્રિએ હાથમાં તલવાર લેવાનું છોડી દીધું હતું તેથી એમની સાહસવૃત્તિ મરી પરવારી હતી. આમ છતાં આ સમયને ઈતિહાસ અને ઉપલબ્ધ પાળિયા જોતાં જણાય છે કે શત્રુના આક્રમણ વખતે કે ગાયોના રક્ષણ માટે ક્ષત્રિએ પિતાના પ્રાણ પાથરવામાં પાછી પાની કરી નહોતી. અભિલેખો અને સાહિત્યમાંથી ક્ષત્રિયોનાં ચૂડાસમા ચાવડા જાડેજા સેલંકી પરમાર વાઘેલા ચૌહાણ રાઠોડ જેઠવા વાજા ગોહિલ પઢિયાર વગેરે કુલાનો ઉલ્લેખ મળે છે. રાજપૂત ક્ષત્રિય ગણાતા હતા.
બ્રાહ્મણો અને ક્ષત્રિયોની માફક વૈો પણ ઉચ્ચ ગણાવા લાગ્યા હતા. તેઓ ખેતી કે વેપાર કરતા. તેઓ વેપારમાં સાહસિક હોવાથી દેશદેશાવરમાં ફરતા અને દરિયાઈ સફરો ખેડતા.'
બ્રાહ્મણોની માફક વાણિયાઓમાં પણ ૮૪ જ્ઞાતિ ગણાતી હતી. લાવણ્યસમયે તતકાલીન ૮૪ જ્ઞાતિઓનાં નામ આપેલાં છે. આ જ્ઞાતિઓની વિશેષતા એ છે કે આમાં જે જે નામ વાણિયાની જ્ઞાતિઓનાં છે તે તે નામ ઘેડા અપવાદ સિવાય બ્રાહ્મણેમાં પણ મળે છે, જેમકે, નાગર વાણિયા, શ્રીમાળી વાણિયા, મોત વાણિયા વગેરે. શ્રીમાળી જ્ઞાતિ સૌથી મોટી ગણાતી. એમાંથી ઘણી પેટા જ્ઞાતિ ઉત્પન્ન થઈ હતી. શ્રાવકની બહુ થોડી જ્ઞાતિ હતી, પણ એમાં દેખાદેખી ૮૪ ગણધર અને ગચ્છ થયા હતા.
લાવણ્યસમયે “નાટકિયા (નાટક કરનારા) લોકોને શુદ્ર કહ્યા છે તે સિવાય બીજા કયા લોકોનો શુદ્રમાં સમાવેશ થતો એ સ્પષ્ટ થતું નથી.
ઉપર્યુક્ત ના-કરુ ઉપરાંત માછીમારે, વન્ય પશુઓનો શિકાર કરી ગુજરાન ચલાવનારા આહેડીઓ, પશુપાલક આહીર, એક સ્થળેથી બીજે સ્થળે ફરતા વિણજારા (વણઝારા) ધંધાકીય કામમાં નાણાવટી, ઝવેરી, લિયા. ગાંધી કપાસી, ફડિયા