SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ૩ સાંસ્કૃતિક ઈતિહાસ પ્રકરણ : સામાજિક સ્થિતિ સતનત કાલને ગુજરાતી સમાજ બે મુખ્ય વિભાગોમાં વહેંચાયેલ હતો : હિંદુ અને મુસ્લિમ હિંદુ સમાજ સમાજ-વ્યવસ્થા જ્ઞાતિબંધનની જટિલતા સ્થિર થઈ ચૂકી હતી. વર્ણભેદ અનેક જ્ઞાતિ ભેદમાં પથરાઈ ગયા હતા. જ્ઞાતિઓમાં પણ અનેક શાખા-ઉપશાખાઓ થઈ હતી. જ્ઞાતિઓ જ્ઞાતિઓ વચ્ચે તેમજ એક જ જ્ઞાતિની જુદી જુદી શાખાઓમાં પણ ઉચ્ચ-નીચને ભાવ બદ્ધમૂળ થઈ ગયો હતો. તત્કાલીન સમાજમાં સામાન્યપણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણો ઉપરાંત કંદેઈ, કાળી(કાછિયા), કુંભાર, માળી, મર્દાનિયા, સૂત્રધાર(સુથાર), ભઈસાયત (ભરવાડ), તંબોળી, સોનાર (સોની) એ નવ નાર તથા ગાંછા, છીપા. લુહાર, મેથી અને ચમે કાર (ચમાર) એ પાંચ કારુ મળીને અઢાર વરણી ગણાતી હતી ? બ્રાહ્મણોની પ્રાચીન કાળથી ચાલી આવતી સર્વોપરિતા આ સમયે પણ ચાલુ હતી. તેઓ ઉચ્ચ અને પૂજ્ય મનાતા. તેઓ ઘણું કરીને અગ્નિહોત્ર અને પંચ ઈ-૫-૧૭
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy