________________
૨૪૦
સતત કાલ
પ્રિ. ૮ મું
એના પિતાનું નામ છે અને પાછલી બાજુ પર એના પિતામહથી લઈ મુઝફફરશાહ ૧ લા સુધીની પૂરી વંશાવળી અને વર્ષ-સંખ્યા છે.
આગલી બાજુ પર એના બે પુરોગામીઓના સિક્કાઓ પર મળે છે તેવું ડતા પક્ષી કે ફૂલવાળું ટંકશાળનું ચિહન છે. આ ભાતના અત્યાર સુધી માત્ર એક જ સિક્કો નેંધાયો છે. એ ૧૨૯ ગ્રે. વજનને છે અને હિ. સ. ૯૩૩ માં કાવ્યો હતો.૩૨
બીજી ભાતના ચાંદીના સિકકા નાના છે. તેઓનું વજન ૧૬ ગ્રે. અને ૩૨ થી ૩૫ ગ્રે. છે. એમાં સાદી કે ટપકાવાળી કે ઝાલરદાર રેખાવાળા વતુળક્ષેત્રમાં આગલી બાજુ પર સુલતાનનું નામ અને પાછલી બાજુ પર “સુલતાન' બિરુદ અને સના શબ્દ સાથે વર્ષ સંખ્યા છે. ૧૬ ગ્રે.વાળા સિક્કા બાદ કરતાં બીજા સિક્કાઓમાં આગલી બાજુ પર ઉપર્યુક્ત ટંકશાળનું ચિઠ્ઠન છે. આવી હિ. સ ૯૪૧ અને ૯૪૧ માં ઢંકાયેલા સિકકા પ્રાપ્ત થયા છે. - ત્રીજી ભાતને એક સિક્કો વજનમાં નાનો-૩૫ 2.નો છે અને હિ. સ. ૯૪૩ માં બહાર પડ હતો. એમાં બદલીય વર્તુળમાં આગલી બાજુ પર “ન્યાયી સુલતાન બિરુદ અને વર્ષ-સંખ્યા અને પાછલી બાજુ પર “સુલતાન' બિરુદ વિના એનું તેમ એને પિતાનું નામ છે.
ચોથી ભાતમાં પાછલી બાજુ પર ‘સુલતાન'ના બિરુદ સાથે એનું તેમ એના પિતાનું નામ છે તથા એના નામ ઉપર વર્ષ-સંખ્યા અંકિત છે, અને આગલી બાજુ પર “ઈશ્વરમાં આસ્થાવાળું સૂત્ર અને લકબ તથા કુન્યાવાળું લખાણ છે,
જ્યારે આમાંના સિક્કાની બીજી બાજુએ x ચોકડીવાળું ટંકશાળનું ચિન અંકિત છે જે સર્વ પ્રથમ મહમૂદશાહ ૧ લાના સિક્કા પર જોવા મળે છે.
પાંચમી ભાતમાં આગલી બાજુ પર વર્ષ-સંખ્યા ઉપરાંત સુલતાનનાં લકબ અને કુન્યા તથા પાછલી બાજુ પર “સુલતાન” બિરુદ સાથે એના તેમ એના પિતાના નામવાળું લખાણ છે.
તાંબામાં બહાદુરશાહના રાજ્યારે હણના વર્ષમાં ઢંકાયેલા સિક્કાઓની ભાત લખાણની દૃષ્ટિએ અનેરી છે. ૨૧૯ થી ૨૨૦ ગ્રે. અને ૧૪૫ થી ૧૪૬ ગ્રે. એમ બે જુદા નાણા-એકમ દર્શાવતા સિક્કાઓવાળી ભાતમાં ટૂંકું પણ અત્યાર સુધીના કોઈ પણ સિક્કામાં ન મળતું લખાણ મળે છે. આગલી બાજુ પર સુલતાનનું નામ તેમ બિરુદ તથા પાછલી બાજુ પર ટંકામણ-વર્ષ અરબી શબ્દો તેમજ આકડામાં અંકિત છે, જે આમ પણ અસાધારણ ગણાય.૩૩