________________
૨૩] સલ્તનત કાલ
[. ૮મું હાંસિયામાં ટંકશાળના નામને ઉમે છે. આ ભાતના હિ. સ. ૯૨૦, ૨૫-૨૭ અને ૯૩૦-૩રમાં ટંકાયેલા સિક્કા વજનમાં ૯૫ થી ૧૧૦ ગ્રેડના છે. વર્ષ વગરને એક નમૂને ૫૪ ગ્રે. ને પણ મળ્યો છે.
મુસ્તફાબાદ( જૂનાગ)ની બીજી એટલે ચાંદીની ત્રીજી ભાતનું આગલી બાજુનું લખાણ અને ગોઠવણ ચાંદી ની પહેલી ભાત જેવાં છે, પણ આ બાજુ પર વર્ષ સંખ્યા પણ છે તથા પાછલી બાજુના લખાણમાં ચેરસ કે ભૌમિતિક ક્ષેત્રમાં સુલતાનના પિતાના નામની જગ્યાએ એના રાજ્યના અમરત્વની પ્રાર્થનાવાળું સૂત્ર અને હાંસિયામાં ટંકશાળનું નામ અંકિત છે.
આ ભાતના અમુક નમૂનાઓ પર વર્ષ સંખ્યા પાછલી બાજુ હાંસિયા પર અંકિત છે, પણ મોટાભાગના સિક્કાઓ પર વર્ષ-સંખ્યા અંકિત નથી. વજનમાં આ સિક્કા ૧૦૭થી ૧૧ , ૯૨ ગ્રે. અને પર થી ૫૪ 2.ના છે.
ચાંદીમાં ચેથી ભાત બુરહાનપુરના સિક્કાઓની છે, જેના પ્રાપ્ય નમૂના ૧૧૦ થી ૧૧૧ ગ્રે. અને ૫૪૫ ગ્રે. વજનના અને હિ. સ. ૯૨૧-૨૩ અને ૯૨૬માં ટંકાયેલા છે. એમાં આગલી બાજુ પર પહેલી ભાત જેવું લખાણ તેમજ ગોઠવણ છે અને પાછલી બાજુ પર “સુલતાન' બિરૂદ સાથે માત્ર એનું નામ, વર્ષ-સંખ્યા, અને યુરાનપુર અર્થાત “બુરહાનપુરમાં (ટંકાયો)' એ લખાણ છે.
પાંચમી અને છઠ્ઠી ભાત સંકશાળના નામ વિનાના સિક્કાઓની છે. પાંચમી ભાત પહેલી ભાત જેવી, પણ ટંકશાળના નામ ધરાવતા હાંસિયા વિનાની છે અને એની જગ્યાએ સુલતાન અને એના પિતાના નામવાળા લખાણમાં રાજ્યના અમરત્વવાળી વાચના પણ સામેલ છે. આમ આ સિક્કા મુસ્તફાબાદ(જૂનાગઢ)વાળા ચાંદીની ત્રીજી ભાતના સિક્કાઓને મળતા હોઈ એ ટંકશાળમાં ઢંકાયા હોવાનો સંભવ છે. આ ભાતના ૧૦૪ થી ૧૧૦ ગ્રે. તથા ૫૩ થી ૫૫ ગ્રેના હિ. સ. ૯૨૬, ૯૨૯-૩૦માં અંકાયેલા સિક્કા મળ્યા છે.
છઠ્ઠી ભાતમાં આગલી બાજુ પર ટૂંકાવેલું એટલે માત્ર સુલતાનનાં લકબ અને કન્યા તથા વર્ષ સંખ્યાવાળું લખાણ છે, પણ ગોઠવણ સાવ જુદા પ્રકારની છે અને પાછલી બાજુ પર બીજી અમુક ચાંદીની ભાત જેવી સાવ જુદી લખાવટમાં સુલતાન' બિરુદ સાથે એનું અને પિતાનું નામ અંકિત છે. આ ભાતને બે નમૂના નેંધાયા હોવાની માહિતી છે, જેમાં એક ૭૮ ગ્રે. વજનમાં હિ. સ. ૯૨૧ માં ટંકાર્યો હતો અને બીજો હિ.સ. ૯૨૭માં બહાર પડેલ, ૧૭૨. વજન ધરાવતો હેવાનું કહેવાય છે.