________________
પરિ.
સલતનતની ટંકશાળે અને એમાં પડાવેલા
સિરિર
તાંબાની બીજી ભાતના થડા સિક્કાઓ ઉપર માત્ર આગલી બાજુનું લખાણ જ છે, જેમાં લકબને બદલે માત્ર “સૌથી મોટો સુલતાન'વાળું બિરુદ છે અને પાલ્લી બાજુ પર પહેલી ભાત જેવું જ લખાણ તથા વર્તુળવાળું ટંકશાળનું ચિહ્ન છે.
ત્રીજી ભાતમાં આગલી બાજુ પર માત્ર સુલતાનનું નામ અને બીજી તરફ સુલતાન’વાળું બિરૂદ છે. આ ભાત પણ વિરલ છે. - આ ત્રણે ભાતે કરતાં એક વધુ વ્યાપક ચોથી ભાત અહમદશાહે વસાવેલા અહમદનગર (હાલનું હિંમતનગર) ખાતે નવી સ્થપાયેલી ટંકશાળમાંથી બહાર પડેલા સિક્કાઓની છે, જેમાં ટંકશાળનું નામ ટુમા (શુભ નગર) આપેલું છે. આ સિક્કા વજનમાં ૭૩ ગે. અને ૩૦ થી ૪ર 2.ના છે અને એમાં આગલી બાજુ પર પહેલી ભાત જેવું સુલતાનના લકબવાળું લખાણ અને વર્ષસંખ્યા અને બીજી બાજુ પર એવું જ સુલતાનના બિરુદ સાથે એના નામવાળું લખાણ, પણ ચોરસ ક્ષેત્રમાં જુદી ગોઠવણ સહિત અને વૃત્તખંડમાં ટંકશાળનું નામ મળે છે.
આ ભાતને પ્રથમ સિક્કો સુલતાન અહમદનગર વસાવ્યું હતું તે વર્ષ– હિ. સ. ૮૨૯ માં બહાર પડ્યો હતો અને હિ. સ. ૮૩૪ અને ૮૩૫ બાદ કરતાં એના સમગ્ર રાજ્યકાલના દરેક વર્ષમાં બહાર પડેલા નમૂને ઉપલબ્ધ છે.*
અહમદશાહ પછી ગાદીએ બેસનાર એના પુત્ર મુહમ્મદશાહ ૨ જાએ “ગિયાસુદુન્યાવદીન” લકબ, “અબૂલમહામિદ કુન્યા અને “મુહમ્મદશાહ” નામ ધારણ કર્યો. એને સોનાને તેમજ ચાંદીનો એક પણ સિક્કો ઉપલબ્ધ હોવાની જાણ નથી, તથા તાબામાં પણ એના પ્રાપ્ય સિક્કા અલ્પ સંખ્યામાં છે. આમ છતાં ફારસીમાં પદ્યબદ્ધ લખાણને લઈને માત્ર ગુજરાતની જ નહિ, પણ સમગ્ર ભારતની ઇસ્લામી સિક્કા શ્રેણીમાં આ સુલતાનના સિક્કાઓએ નવી ભાત પાડી છે.
બે મુખ્ય ભાગમાં વહેંચી શકાય તેવા આ સુલતાનના સિકકા વજનમાં એના પિતાના સિક્કાઓ કરતાં ભારે છે. પહેલી ભાતવાળા ૧૩૫ થી ૧૪૨, ૬૮ થી ૭૨ તેમજ ૨૮ થી ૩૪ ગ્રે.અને એના રાજ્યકાલનાં લગભગ બધાં વર્ષોના મળે છે. એના આગલી બાજુ પર “સૌથી મોટો સુલતાન' બિરુદ સાથે લકબ અને પાછલી બાજુ પર કુન્યા અને “સુલતાન બિરુદ સાથે એનું નામ અને વર્ષ-સંખ્યા અંકિત છે. ઈ-૫-૧૫