________________
સ્તનત મહ
[ત્ર. ૯
મુહમ્મદશાહ ૧ લાતે હજુ સુધી એક પણ સિક્કો પ્રાપ્ત થયેા નથી, જે ચારેક વર્ષના અને રાજ્યકાલ જોતાં આશ્રયજનક ગણાય. એના પછી તખ્તનશીન થયેલ મુઝફ્રશાહ ૧લાના કેવળ તાંબાના છએક સિક્કા તૈોંધાયા છે, જે આકાર અને કદમાં દિલ્હીના તુગલુક વંશના સિક્કાઓ જેવા જ છે.
૨૨૪]
મુઝફ્રશાહ પછી એનેા પૌત્ર અહમદશાહ તખ્તનશીન થયે। તેણે ‘નાસીરુદુન્યાવદ્દીન’ લકખ, ‘અબુલક્હ' કુન્યા અને અહમદશાહ' નામ ધારણ કર્યો. એના સાનાના આજ પંત એકે સિક્કો મળી આવ્યો નથી તેમજ ચાંદીમાં પણ એના મર્યાદિત સંખ્યામાં સિક્કા ઉપલબ્ધ છે. અલબત્ત તાંબામાં એના સિક્કા પ્રમાણમાં ઠીક ઠીક સખ્યામાં મળ્યા છે.
ચાંદીના નાંધાયેલા સિક્કાઓનુ વજન ૧૬૬ થી ૧૭૩ ગ્રે. છે. તેઓની મુખ્ય એ ભાત છે : એકમાં આગલી બાજુ પર ‘સૌથી મેાટો સુલતાન' એ ભાવવાળા બિરુદ સાથે એનેા લકબ અને એની કુન્યા, અને પાછલી બાજુ વતુ ળક્ષેત્રમાં એની પૂરી વંશાવળી તથા 'ખિલાત'(રાજ્ય)ના અમરત્વની પ્રાર્થનાવાળું અને સૌથી મોટા સુલતાન રાજ્ય અને ધર્મના સહાયક વિજયના પિતા (એવા) મુઝફ્ફ્ફરશાહ ‘સુત મુહમ્મદશાહ-સુત અહમદશાહ(સુલતાન)’–આ અર્થવાળું લખાણ છે.
ખીજી ભાતમાં આગલી બાજુ પર લખાણની ગાઠવણ સહેજ ફરી ગઈ છે, જ્યારે પાછલી બાજુ પર પણ વંશાવળીવાળું લખાણ ગેાઠવણના સહેજ ફેરફાર સાથે ચેારસ ક્ષેત્રમાં છે અને વૃત્તખંડ(Segments)માં અરબી શબ્દેમાં વર્ષ અપાયું છે.
તેમાંથી એકે ભાતના સિક્કા પર ટંકશાળનું નામ અંક્તિ નથી,
અહમદશાહના તાંબાના સિક્કા સારી સંખ્યામાં ઉપલબ્ધ છે. તેમજ ડીક ઠીક કહી શકાય તેવી વિવિધ ભાતેામાં ઉપલબ્ધ છે. વજનમાં તે ૧૧૧ થી ૧૪૮, ૬૦ થી ૭૮, ૫૫થી ૫૭, ૪૨, અને ૩૦ થી ૩૭ ગ્રે,ના છે. આમાંના મેટા ભાગના સિક્કાઓ પર ટંકશાળનું નામ અંકિત છે અને ટંકશાળનું નામ વિનાના અમુક નમૂના પર ચતુલ-ચાર પાંખડીવાળુ ફૂલ કે એવા આાકાર તેમજ નાના વર્તુળનાં ચિહ્ન અંકિત છે. એના આ સિક્કાઓ પર વંશાવળી અને કુન્યા જોવા મળતાં નથી.
આ સિક્કાઓની શરૂઆતની ભાતમાં આગલી બાજુ પર સુલતાનને લક્ષ્મ અને પાછલી બાજુ પર સુલતાનના બિરુદ સાથે એનું નામ તેમજ ઉપર્યુક્ત એ કે એમાંથી એક ટકશાળનું ચિહ્ન છે, પણ વ નથી. એ સિક્કાઓ પર વર્ષાં લખેલાં છે, જે અપવાદ રૂપ નમૂના ગણી શકાય.