________________
પ્રકરણ ૮ રાજ્યતંત્ર
૧. દિલ્હી સલ્તનત નીચેને વહીવટ દિલ્હી સલતનતની સત્તા નીચેના ગુજરાતના વહીવટીતંત્ર બાબતમાં એમ જણાય છે કે જે શાસનપદ્ધતિ અને રાજકીય સંસ્થાઓ ભારતમાં વિકાસ પામી અને અદાલત વગેરેની જે રીતિનીતિ અને જે કાયદા પ્રચલિત રહ્યાં તે સર્વમાં ઈરાની શાસનપદ્ધતિ અને પરંપરાનું કેટલેક અંશે અનુકરણ હતું. અલબત્ત, એમાં સ્થાનિક લોકોની ચાલ પરિસ્થિતિને અનુસરીને ફેરફાર કરવામાં આવ્યા હતા. વહીવટની ભાષા
વહીવટ ફારસી ભાષામાં ચાલતા હતા. ભિન્ન ભિન્ન સંસ્થાઓનાં ખાતાંએમાં અમલદાર વર્ગ અને અન્ય કર્મચારીઓના પદનાં નામ પણ ફારસી ભાષામાં જ હતાં. સલ્તનતકાલ પૂરો થયે, મુઘલ સલ્તનત આવી અને ગઈ અને બ્રિટિશ શાસનનો વહીવટ આરંભાય તે પછી લાંબા સમય પર્વત એ ભાષા વહેવારમાં ચાલુ રહી હતી. મહિહહીના સુલતાનને વહીવટ
દિલ્હીના સુલતાનને રાજ્યવહીવટ સરમુખત્યારશાહી પદ્ધતિથી ચાલતો હતો. બાહ્ય રીતે જોતાં સુલતાન પિતાની સલતનતનું તંત્ર ઇસ્લામના ઉસૂલે અનુસાર ચલાવતો હતો, પરંતુ વસ્તુતઃ એની મરજી એ જ કાયદો હતો. એની સત્તાને અધિકાર રેયતને જાનમાલ ઉપર પણ પ્રવર્તતે હતે.
સુલતાન અલાઉદ્દીને હિંદુ રાજાઓ પાસેથી નવા જીતેલા પ્રદેશમાં લશ્કરી હાકે નીમ્યા હતા, તેઓ પૈકીને ગુજરાતને એક પ્રદેશ હતો. અહીંને લશ્કરી હાકેમ નાઝિમ (એટલે કે વ્યવસ્થાપક) કહેવાતે. એ કંઈક અંશે બ્રિટિશ રાજ્ય દરમ્યાનના ભારતમાં વાઈસરેયના જેવો હોદ્દો હતો. નાઝિમેની હકૂમતને વિસ્તાર
ગુજરાત પ્રદેશ જીત્યા બાદ સુલતાન અલાઉદ્દીનના સમયમાં એને વહીવટ મુરિલમાએ શરૂ કર્યો ત્યારે પ્રદેશ અસ્તવ્યસ્ત હાલતમાં હતો. અણહિલવાડ