________________
૭ મુ.
સમકાલીન રાજે
[૧૮૫
આ પરિસ્થિતિમાં જયસિંહે માળવાના સુલતાન ગિયાસુદ્દીનને મદદ માટે કહેણ મોકલાવ્યું. દર મજલે લાખ ટંકા આપવાના વચનના લેભે સુલતાન ગુજરાત તરફ કૂચ કરવા નીકળ્યો ત્યારે મહમૂદ બીજુ લશકર લઈને દહેજ તરફ ગિયાસુદ્દીનને સામનો કરવા તૈયાર થઈને પહે, આ વખતે મુસ્લિમ સપાએ બીજી મુસ્લિમ સત્તા સાથે જંગ નહિ ખેલવાની પોતાના સલાહકારોની સલાહ મળતાં ગિયાસુદ્દીન પાછો વળી ગયો. આવી અનુકૂળતા મળી જતાં મહમૂદ પાછો ફર્યો અને સુરંગેની મદદથી અને તોપના ગોળા ઝીંકી એણે પાવાગઢને કિલે તોડયો ને એક બાકામાંથી એ અને એની ફોજ કિલ્લામાં દાખલ થઈ ગયાં. બીજે કઈ આરે ન જણાતાં સ્ત્રીઓએ જૌહર કર્યું અને રાજપૂત કેસરિયાં કરી તૂટી પડયા. જયસિંહ અને એને મંત્રી ડુંગરસી પકડાઈ ગયા. પાંચ માસ સુધી કેદમાં રાખ્યા પછી મહમૂદે એમને ઇરલામને સ્વીકાર કરો તો જીવિતદાન આપું એવું કહેવડાવ્યું, પણ એને અસ્વીકાર થતાં એ બંનેને શિરચ્છેદ કરવામાં આવ્યો. આ રીતે ખીચી ચૌહાણ વંશનો પાવાગઢ ઉપર ઉશ્કેદ થઈ ગયો (ઈ.સ. ૧૪૮૫).૧૨૫
“મિરાતે સિંકદરી'માં જણાવ્યા પ્રમાણે જયસિંહની બે કુંવરીઓને સુલતાને પિતાના જમાનામાં મોકલી અને કુમારને શિક્ષણ આપી મોટો કર્યો. પાછળથી એનું “હુસેન” નામ રાખવામાં આવ્યું, જે સુલતાન મુઝફફર ૨ જાના સમયમાં મોટા અમીર બને અને “નિઝામ-ઉલ-મુક નો ઈલ્કાબ પા.૧૨
ભાટ-ચારણની ધમાં આ કુંવરીઓ કે કુમાર વિશે કશું જ મળતું નથી; જયસિંહને ત્રણ પુત્રો હતા તેઓમાંને મોટો રામદેવ પિતાની હયાતીમાં જ મરણ પામ્યો હતો, જ્યારે બાકીના બેમાંને મોટો પૃથવીરાજ નર્મદા કિનારાના એક ગામમાં જઈ પાછળથી મેહન નામના સ્થળે પહોંચ્યો અને મુસ્લિમ સલ્તનતની અવ્યવસ્થાના સમયમાં એ સ્થળે નાનું રાજ્ય સ્થાપ્યું, જે છોટા-ઉદેપુરના રાજ્ય તરીકે પાછળથી વિકસ્યું. નાને ડુંગરસી દેવગઢબારિયામાં આશ્રય કરી રહ્યો, જ્યાં પાછળથી એણે પણ નાનું રાજ્ય સ્થાપ્યું. એ બે રાજ્ય ઈ.સ. ૧૯૪૭માં ભારત રાજયમાં વિલીન થયાં ત્યાંસુધી જળવાઈ રહ્યાં હતાં. ૨૭
સરહદનાં અન્ય રાજ્ય મેવાડ
ગ્રંથ કથા (પૃ. ૧૬૮)માં જણાવ્યા પ્રમાણે હમ્મીરે ઈ.સ. ૧૩૪૧ આસપાસ ચિત્તોડ સિવાયનો સમગ્ર પ્રદેશ હરતગત કરી ઈતિહાસમાં ‘સિસોદિયા' તરીકે