________________
૧૮૪]
સલતનત કાલ
[પ્ર.
“લા પ્રતા–વિચાર નાટથી સ્પષ્ટ છે. એમાં મુહમ્મદશાહના પાવાગઢ-ચાંપાનેર ઉપરના આક્રમણની વિગત આપવામાં આવી છે, જેમાં મુહમ્મદશાહની નિષ્ફળતા બતાવવામાં આવી છે. ૧૨૩
ગંગદાસને નરસિંહ નામનો કુમાર હેવાનું ઉપર્યુક્ત નાટકથી જાણવામાં આવે છે, ૧૨૪ પરંતુ આ પૂર્વે જણાવેલા શિલાલેખ પ્રમાણે તો ગંગદાસના અનુગામી તરીકે એને પુત્ર જયસિંહદેવ રાજાધિરાજ' તરીકે સૂચવાયો છે. કાં તો બંને એક છે, યા તો નરસિંહ પિતાની હયાતીમાં અવસાન પામ્યા હોય અને જયસિંહ અનુગામી તરીકે સત્તા પર આવ્યો હોય. ગંગદાસ કયારે અવસાન પામ્યા અને જયસિંહ કારે સત્તા ઉપર આવ્યો એનો સમય જાણવા મળતા નથી, પરંતુ એ મુહમ્મદશાહના અનુગામી કુબુદ્દીન અહમદશાહ (ઈ.સ. ૧૪૫૧૧૪૫૮)ના સમયમાં સત્તા ઉપર આવ્યો હતો. એ મહમૂદ બેગડા(ઈ.સ. ૧૪૫૯૧૫૧૧)ને સમકાલીન હતો એ એની સાથેના વિગ્રહથી જ સ્પષ્ટ છે.
અમદાવાદના બેઉ સુલતાને પાવાગઢ કબજે કરવામાં નિષ્ફળ ગયેલા અને બીજી બાજુ માળવા સાથે ઘર્ષણ ચાલુ જ હતું, અને ચૌહાણે માળવાની મદદ અને માળવા ચૌહાણની મદદે આવી પડતાં ધાર્યું થઈ શકયું નહોતું. મહમૂદ બેગડાને માટે આ અસહ્ય હતું. એ બહાનું શોધતો હતો. ઈ.સ. ૧૪૮૨ માં ગુજરાતમાં વરસાદ ઓછો થવાથી રસૂલાબાદના થાણાનો મલિક સુધા સુલતાની નામને થાણદાર ચાંપાનેર તાબાનાં કેટલાંક ગામ લૂંટી આવ્યો. તેના ઉપર જયસિંહે આક્રમણ કરી ભારે ખુવારી આપી, જેમાં મલિક મરણ પામે. રાજપૂતોએ લૂંટમાં મલિકના લશ્કરને સરંજામ અને બે હાથી હરતગત કર્યા. જોઈતું બહાનું મળી ગયું. મહમૂદ બેગડાએ મોટા લશ્કર સાથે ચડાઈ કરી. આ સમાચાર સાંભળી જયસિંહે સમાધાન કરવા પોતાના પ્રતિનિધિને મોકલ્યો અને પોતે પકડેલા, સુલતાનના ઘવાયેલા બે હાથીઓના બદલામાં બે હાથી અને લૂંટેલે માલ તથા સોનું સુલતાનને આપવા તૈયારી બતાવી. મહમૂદે લડી લઈ જવાબ આપવાનું કહેવડાવ્યું એટલે જયસિંહે પોતાને કિલ્લે મજબૂત કરી પ્રબળ સામને આપવા તૈયારી કરી. ચાંપાનેરના પ્રદેશનાં બધાં નાકાં મહમૂદે રેકી લીધાં. વસ, માસ સુધી ઘેરો ઘાલી એ પડી રહ્યો. દરમ્યાન જયસિંહે સુલેહ માટે ફરી કહેણ મે કહ્યું અને ઘેરે ઉઠાવી લેવામાં આવે તે નવ મણ સોનું અને બે વર્ષ ચાલે તેટલું અનાજ આપવા માટે કહ્યું, પણ મહમૂદે એ વાતને અસ્વીકાર કરી કિલે જીતી લેવાને જ નિરધાર જાહેર કર્યો.