SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪) સલ્તનત કાલ [. આ ભીમનું ઈ.સ. ૧૪૭૯-૮૦માં અવસાન થતાં એને પુત્ર વાઘજી સત્તાસૂત્ર ધારણ કરે છે. આ રાણુ વાઘજીના સમયના ચાર શિલાલેખ રામપુર(જિ. સુરેન્દ્રનગર)માંથી મળેલા, જે સં. ૧૫૩૮ના માધ સુદિ ૧૩ શુક્રવાર (તા. ૧-૨-૧૪૪૨)ના છે, જેમાં સાર્વભૌમ સત્તા “પાતસા શ્રી મહમૂદની અને પ્રદેશ સત્તા “રાણશ્રી વાઘજીથી સૂચવાઈ છે. ૫ મહમૂદ બેગડાએ જુનાગઢ સેરઠમાંથી ચૂડાસમાઓની સત્તાને ઉખેડી નાખતાં રા' માંડલિકની સાથે સગપણ ધરાવતા ઝાલાઓને પણ કચડી નાખવાનો પ્રયત્ન થયા. જૂનાગઢને સૂબો ખલીલખાન એક પ્રબળ સેના લઈ ઝાલાવાડના પ્રદેશ પર આવ્યો, જેનો સૈજપુર (અજ્ઞાત) પાસે રાણ વાધજીને મુકાબલે કરવાને છે. અહીંના યુદ્ધમાં વાઘજીને વિજય થયું. આ સાંભળતાં મહમૂદે એને ઉચછેદ કરવાની દૃષ્ટિએ ઈ.સ. ૧૪૮૬ માં અચાનક ચડાઈ કરી કૂવને ઘેરો ઘાલ્યો. અહીં થયેલા યુદ્ધમાં વાધછ ભરાયો અને ઝાલા સત્તાને કૂવામાંથી ઉઠેદ થઈ ચૂક્યો. ઝાલાવાડમાં અહીં ખેલાયેલ ભીષણ યુદ્ધ “કુવાના કેર' તરીકે જાણીતું છે. • (૧) હળવદ-ધ્રાંગધાને ઝાલા વંશ કુંકાવટી યાને કૂવામાં મુસ્લિમ થાણું બેસી જતાં વાઘજીના પુત્ર રાજોધરજીએ ઈ.સ. ૧૪૮૮ માં હળવદ(જિ. સુરેંદ્રનગર)ને પસંદ કર્યું અને ત્યાં રાજધાની કરી. રાજોધરજીએ હળવદમાં સિદ્ધપુરથી ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોને બોલાવી વસાવ્યા અને દાન દીધાં. આજે ઝાલાવાડમાં ઔદીચ્ય બ્રાહ્મણ (હાલ “ઝાલાવાડી' કહેવાય છે તે) તેઓની વિશાળ વસ્તીના મૂળમાં આમ હળવદ બન્યું. એ આજે પણ મૂળ સ્થાન તરીકે માન્ય છે. હળવદની બીજી મહત્તા એ છે કે પછી ધ્રાંગધ્રામાં રાજધાની ખસી છતાં નવા રાજાને રાજ્યાભિષેક રાજોધરજીએ બનાવેલા નાના મહેલ ટીલામેડી’ના સ્થાનમાં જ થતો. રાજોધરજીનું અવસાન થતાં એને પુત્ર રાણોજી ઈ.સ. ૧૫૦૬ માં સત્તા ઉપર આવ્યું. એના પર વર્ચસ તે અમદાવાદના મુઝફરશાહ ૨ જાનું હતું એવું કૂવા ગામની એક વાવના સં. ૧૫૭૨(ઈ.સ. ૧૫૧૫)ના લેખથી સમજાય છે. • ઈ.સ. ૧૫૩ માં રાણોજ અવસાન પામતાં એને પુત્ર માનસિંહજી સત્તા પર આવ્યો. ૧૮ એના સમયના વેળાવદર (તા. વઢવાણ)ના લેખ (સં. ૧૫૮૪ ઈ.સ. ૧૫૨૮)માં સાર્વભૌમ સત્તા બહાદુરશાહની જણાવેલી છે, જ્યારે હામપર (તા. ધ્રાંગધ્રા)ના (સં. ૧૪૫૩-ઈ.સ. ૧૫૩૨) બે લેખેમાં હામપરના થાણદાર તરીકે મહામલિક અયાજવલીનું નામ જોવા મળે છે.•
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy