SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ સુ] સમકાલીન રાજ્યા [૧૭૩ સ’. ૧૪૫૬ (ઈ.સ. ૧૪૦૦)ના માધ વિષે આઠમને દિવસે બધાવી પુરી કરી હેવાનુ એમાં જણાવવામાં આવ્યું છે. ૧-૧ વિજયપાલ અને જૈતસિંહ વચ્ચેના રાજવીઓના ગાળા ૧૪૫ જેટલાં વર્ષેદને રહે છે, જેમાં વચ્ચે છ રાજવી રાજ્ય કરી ગયા છે. આમને રાજવી દીઠ આશરે ૨૩ વર્ષોંને રાજ્યકાલ કહી શકાય. મુહમ્મદ તુગલુક (ઈ.સ. ૧૩૨૫-૧૩૫૧) દિલ્હીમાં સત્તા ઉપર હતા ત્યારે તગી નામના સરદારે ગુજરાતમાં ઈ.સ. ૧૩૪૭ ના વર્ષમાં કેંદ્રની સત્તા સામે બળવા ાકાર્યા હતા, ત્યારે હારી જતાં બળવાખોરેામાંના કેટલાક પાટડીના શાસક વૈરિસિ ંહ(અંદાજે ઈ.સ. ૧૩૩૬-૧૩૫૫)ને આશ્રયે ગયા હતાં. ઈ.સ. ૧૩૫૧ આસપાસ સત્તા ઉપર આવેલા શત્રુશલ્યે લક્ષડેામ કર્યું હોવાની બાબત પણ એક લેખને આધારે જાણવામાં આવી છે. ૧ ૦ ૨ સુલતાન અહમદશાહ ૧ લાના સમયમાં અમીરાએ કરેલા બળવામાં ઈડરના રાવ, પાવાગઢના ચૌહાણ અને પાટડીના ઝાલાએ બળવાખેારાને ટકા આપ્યા હતા. ૧૦૩ સુલતાનના પ્રતિનિધિ લતી ખાન સામે જૈતસિંહ ટકી શકી શક્યો નહેાતે।. મુસ્લિમ સત્તા સાથેના સંઘર્ષમાં જૈતસિહુને સફળતા ન મળતાં યા અન્ય કોઇ મહત્ત્વના કારણે પાટડીમાંથી બદલી ઈ.સ. ૧૪૧૬ માં એણે માંડલમાં રાજધાની કરી, અહીં પણ સ્વતંત્રતા તે ટકાવી શકાઈ નહિ,એ મંડલમાંના એક દ્વિભાષી શિલાલેખ ઉપરથી સમજી શકાય છે. રાજવીનેા ‘રાણક-કાન્હા ’થી આ લેખમાં નિર્દેશ થયા છે. ૧ ૧૦૪ ઝાલા રાજવીએ, આ લેખ પ્રમ ણે સુલતાનની સત્તા માન્ય કરી લીધી સમજાય છે. ઝાલાને માંડલમાં પણ સલામતી લાગી નહિ અને ઈ.સ. ૧૪૨૬ માં માત્ર દસ વર્ષના ગાળામાં રાજધાની બદલવી પડી અને કચ્છના અખાતના કાંઠા નજીક કંકાવટ (કુવા)માં જઈ રહેવું પડ્યું. ત્યાંના એક પુરાણા કૂવાની દીવાલે ‘રાણુશ્રી રણવીર' અક્ષરે! મળે છે, એટલે અહીં રાજવાની બદલાઈ ત્યારે જૈતસિંહની પછી સત્તા ઉપર આવેલા એના પુત્ર રણવીરે શહેરની આબાદી કરી એવું આનાથી માલૂમ પડે છે. વળી કાઠા પાસેના મતવાલાના ઉપરના ચાપડામાં ‘રાશ્રી ભીમ’ અક્ષરે। પણ જોવા મળે છે. આ ભીમરાણા રણવીરને પુત્ર છે અને વંશાવલી પ્રમાણે .સ. ૧૪૪૧ માં સત્તા ઉપર આવેલા એ રણવીરના અવસાને ઈ.સ. ૧૪૬૦ માં સત્તા ઉપર આવેલા એને પુત્ર જ છે. આ ભીમ તે એ જ ઝલેશ્વર ભીમ છે કે જેની કુંવરી ઉભ'નાં લગ્ન જૂનાગઢના છેલ્લા રા’માંડલિક ૩ જા સાથે થયાનું મળ્યુ©ીજ-મહાદાત્મ્ય માં વવાયુ છે.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy