________________
૧૪ર)
સલતનત કાલ
દીવ મેળવવામાં હતાશ થયેલા ડિઓગોએ છ મહિના બાદ દીવ પર હુમલે કરવાનો પ્રયાસ કર્યો. એને હેતુ દીવથી લગભગ ૨૦ માઈલ દૂર દરિયાકાંઠે આવેલ મુઝફફરાબાદ (હાલનું જાફરાબાદ) છતી લઈ ત્યાં કિલ્લે બાંધવાને પણ હતો, પણ મલિક અયાઝના નૌકાસેનાની આગા મુહમ્મદે એના હેતુઓ સફળ થવા દીધા નહિ. ડીએગોના ઇરાદાઓની જાણ મલિક અયાઝને એના જાસુસ દ્વારા થઈ જતી હતી, તેથી એ ફાવતો ન હતો.
એવામાં મલિક અયાઝનું અવસાન થતાં (૧૫૨૨) ફિરંગીઓના માર્ગમાં જે મોટો અવરોધ હતો તે દૂર થઈ ગયો ને પરિસ્થિતિ પરિવર્તનશીલ બની. એના અવસાનથી ફિરંગીઓ અને ગુજરાત વચ્ચેના સંઘર્ષનો પ્રથમ તબક્કો પૂરો થયો.
| ગુજરાતમાં મુઝફફર પછી બહાદુરશાહ સુલતાન થયો (ઈ.સ. ૧૫ર૬૧૫૩૭). ફિરંગીઓએ દીવમાં કિલ્લો બાંધવાનું ઝંખેલું કાર્ય એના સમયમાં ફળીભૂત બની શક્યું. એનું શ્રેય ફિરંગી ગવર્નર તુને દ કુન્હા(૧૫૨૯૧૫૩૮)ને ફાળે જાય છે. એના હિંદ આવતાં અગાઉ ગુજરાતનાં બંદર મલિક અયાઝના પુત્ર મલિક તુવાન અને એના પછી મુસ્તફા રૂમખાનના વર્ચસ હેઠળ સલામત રહી શક્યાં હતાં.
નુનેને દીવા કબજે કરવાની સ્પષ્ટ સૂચનાઓ હતી, આથી એણે ૧૫૨૯માં આવતાંમાં જ ખંભાત, સુરત–રાંદેર અને દમણનાં બંદર પર હુમલા કરાવી, આગ ચંપાવીને, લેકની ઘાતકી કતલ કરાવી આ સ્થળોની નજીકની પ્રજામાં ફિરંગીઓની નામના એક ત્રાસ વર્તાવનાર પ્રજા તરીકે ફેલાવી.૧૧ એણે ગોવાથી પ્રયાણ કરી (જાન્યુઆરી ૬, ૧૫૩૧), મુંબઈ થઈ, દમણ પહોંચી એ કબજે કર્યું. દમણમાંથી જ એણે સુલતાન બહાદુરશાહ સામે પ્રથમ વાર પોર્ટુગલના રાજાના નામે લડાઈ જાહેર કરી અને દીવ પાસે આવેલા શિયાળ બેટ પાસે મુકામ કર્યો (ફેબ્રુઆરી ૭, ૧૫૩૧). ત્યાં એણે બેટ પરની તમામ વસ્તીને રહેંસી નાખી ભયંકર હત્યાકાંડ સજે, આથી એ બેટને “મૃત્યુના બેટ” (The Isle of the Dead) તરીકે ફિરંગી નકશા અને તવારીખોમાં સ્થાન મળેલું છે.
અને કાલે દીવ આવી પહોંચ્યો (ફેબ્રુઆરી ૧૧, ૧૫૩૧) એ અગાઉ દીવના ગવર્નર મલિક ,ધાને સંરક્ષણ માટેની ભારે તૈયારી કરી લીધી હતી. વળી આ કટોકટીના પ્રસંગે યમનના અમીર તરફથી મુરતફા બિન બહરામ, જે પાછળથી ગુજરાતના ઇતિહાસમાં રૂમખાન' નામે પ્રસિદ્ધ થયો, તે ૬૦૦ તુ અને ૧૩૦૦ અરબોને લઈને મદદે આવી પહોંચ્ય; જે યુદ્ધ થયું તેમાં ફિરંગી