SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ હું] મુઝફરશાહ ૨ જાથી મુઝફરશાહ ૩ જો [૧૩૧ ૯૯૧(ઈ.સ. ૧૫૮૩-૮૪)માં અમદાવાદમાંથી પોતાની સલતનતના છાપના સિક્કા પડાવ્યા. બધું વ્યવસ્થિત કર્યા પછી મુઝફફરશાહે એક મોટા લશ્કર સાથે કુચ કરીને વડોદરાને ઘેરો ઘાલ્યો. ઘેર ૨૨ દિવસ ચાલ્યો. અંતે એણે તોપમારો કરી કિલ્લે જમીનદોસ્ત કર્યો. ત્યાંના મુઘલ હાકેમ કુબુદ્દીન મુહમ્મદખાનને મુઝફરશાહે પકડી લીધો અને એની કતલ કરાવી. બે દિવસ બાદ મુઝફફરશાહ ભરૂચ ગયો અને ત્યાં શહેરની નજીકમાં છાવણી નાખી. એ પછી દીવાલની અંદરના એના ટેકેદારોએ એને ભરૂચ કિલે મેંપી દીધું. ત્યાં મજકૂર કુબુદ્દીન મુહમ્મદખાનનું કુટુંબ રહેતું હતું તેની દશ કરોડ રૂપિયાની મિલકત તથા ખંભાતની સરકારી તિજોરીમાંથી ૧૪ લાખ રૂપિયા જપ્ત કર્યા. ૫ હવે નવો સૂબેદાર મીરઝા આવી રહ્યો છે એ સમાચાર મળતા મુઝફફરશાહ ઈ.સ. ૧૫૮૪ ની જાન્યુઆરીની ૯મીએ અમદાવાદ માટે રવાના થયો અને ત્યાં આવી મીરઝાખાનના લશ્કર સાથે લડવા પોતાના લશ્કરનો યૂહ ગોઠવ્યો. એણે મહમૂદનગરપ૭ નજીક છાવણી નાખી ત્યાં તોપ અને દારૂખાનાની વ્યવસ્થા કરી. એની પાસે લગભગ ૩૮ હજાર જેટલા ઘોડેસવાર સિપાહી હતા.૫૮ મીરઝાખાન ઈ.સ. ૧૫૮૪ ના જાન્યુઆરીની તા. ૧૪ મીએપ૯ પાટણથી રવાના થયો અને એણે સાબરમતીના કિનારે સરખેજ પહોંચી ત્યાં છાવણી નાખી. અહીં બંને લશ્કરે વચ્ચે લડાઈ થઈને બંને પક્ષે અનેક શૂરવીર સૈનિકે અને સેનાપતિઓ મરાયા. એટલામાં એક એવી અફવા પ્રસરી ગઈ કે શહેનશાહ પિતે એક વિશાળ લશ્કર લઈ આવે છે, આથી મુઝફફરશાહના લશ્કરે પીછેહઠ કરવા માંડી અને અંતે એ ત્યાંથી ભાગી નીકળ્યો. પરિણામે સરખેજમાં મુઘલેના નાના સરખા સૈન્યથીય એને ભારે શિકસ્ત મળી. આ લડાઈમાં સુલતાન મુઝફફરશાહના બે હજાર જેટલા સૈનિકો માર્યા ગયા અને ગિરફતાર થયેલા પાંચ જેટલાની કતલ કરવામાં આવી (ફેબ્રુઆરી, ૧૫૮૪). આ રીતે મુઝફરશાહ ૩ જાનું બીજું સુલતાનપદ માત્ર પાંચ મહિના ટક્યું. સરખેજના મેદાને જંગમાંથી નાસી છૂટી મુઝફફરશાહ વાત્રક નદી ઉપર આવેલ મહમૂદાબાદ (મહેમદાવાદ) પહોંચ્યો અને ત્યાંથી એ ખંભાત ગયો. ત્યાંથી પિતાની ધનદેલત અને કપ્રિયતાના જોરે પિતાના વજ નીચે એ ફરીથી ૧૨ હજાર જેટલા માણસો એકત્રિત કરી શકો..? પણ મીરઝાખાન એને પીછો કરતે અહીં આવી પહોંચતાં એ વડોદરા તરફ ચાલ્યો ગયો. મુઘલ
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy