________________
૧૩૦
સતનત કાલ
કિ.
સંતાઈ રહ્યો. ત્યાં જ શાહી છાવણી હતી તેથી નવેમ્બરની તા. ૧૫ મીએ અલદારોના હાથમાં એ સપડાઈ ગયો.૫૪ અકબર અમદાવાદ આવી પહોંચ્યો તે પહેલાં ઇતિમાદખાન અને એના પક્ષના આગળ પડતા સભ્યોએ આવીને અમદાવાદની ચાવી એને સુપરત કરી. એ પછી શહેનશાહે અમદાવાદ આવી ગુજરાતના સૂબેદાર તરીકે એના દુધભાઈ ખાને આઝમ મીરઝા અઝીઝ કોકાની નિમણૂક કરી. (ઈ.સ. ૧૫૭૨). મીરઝાઓને તાબે કરી, સુરતને કિલ્લો સર કરી, અકબર અમદાવાદ આવી, ફતેહપુર સિકરી ગયે. એવામાં ગુજરાતમાં બળ થયો ને અકબરે તાબડતોડ પાછા આવી, બળવાખોરાને વશ કરી અમદાવાદમાં ફરી પોતાની આણ વર્તાવી (ઈ.સ. ૧૫૭૩).
મુઝફફર ઈસ. ૧૫૭૮ માં કોઈક તરકીબથી નજરકેદમાંથી છટકી ગયો તે પછી એણે પ્રથમ રાજપીપળાના હિંદુ રાજા પાસે અને એ પછી સૌરાષ્ટ્રમાં આવેલા ખેરડીના લેમા ખુમાણ પાસે જઈ આશ્રય લીધો ને ત્યાં થોડા સમય ગુપ્ત રહી એ પોતાનું રાજય પાછું મેળવવા માટે યોગ્ય તકની રાહ જોતો રહ્યો.
બીજી બાજુ શક્તિ અને જરૂરિયાત મુજબ સુબેદારે ગુજરાતમાં બદલાતા રહ્યા. ઈ.સ. ૧૫૮૩ માં ઈતિમાદખાન ગુજરાતના સૂબેદાર હતો ત્યારે મુઝફરશાહે કેટલાક અસંતુષ્ટ બંડખોર સાથે રાયખડ દરવાજા નજીક દીવાલના ભંગાણમાંથી પાયતખ્તમાં પ્રવેશ કર્યો અને એને લૂંટયું ને એનો કબજે લીધો (સપ્ટેમ્બર, ૧૫૮૩). એ સમયે સૂબેદાર ઈતિમાદખાન અને એને પુરગામી સૂબેદાર શિહાબુદ્દીન અહમદ કડીમાં હતા તેઓ પૂર ઝડપે અમદાવાદ તરફ રવાના થયા. મુઝફરશાહ અને એના ટેકેદારોએ સંગઠિત થઈને શિહાબુદ્દીન અને ઈતિમાદખાનને શિકસ્ત આપી. આના પરિણામે શાહી લશ્કરના સૈનિકે મોટી સંખ્યામાં મુઝફરશાહના સૈન્યમાં જોડાઈ ગયા.
શિહાબુદ્દીન અને ઇતિમાદખાન પાટણ ગયા અને વિજયી સુલતાન મુઝફરશાહ ૧૧ વરસના ગાળા બાદ ફરીથી ગુજરાતના તખ્ત ઉપર બેઠો. ઈ.સ. ૧૫૮૩ ના અંતમાં શિહાબુદ્દીને શહેનશાહ અકબરને ગુજરાતની રાજકીય પરિસ્થિતિથી વાકેફ કર્યો આથી એણે કાબેલ સિપાહાલાર મીરઝા અબ્દહીમખાનને ગુજરાત ના સૂબેદાર તરીકે મોકલ્યો૫૫ ને એને મદદ કરવા કસાયેલા રાજપૂત અને મુસ્લિમ સેનાપતિઓને મોટી સંખ્યામાં સૈન્યની ટુકડીઓ આપી મોકલ્યા.
બીજા પક્ષે મુઝફરશાહે પિતાના સહાયક મિત્રોને અમીર પદના ખિતાબે અને જાગીર તેમજ એમના પદને યોગ્ય એવા દરમાયા એનાયત કર્યા અને હિ. સ.