________________
૬]
મુઝે કુરશાહ રજાથી મુઝફ્ફરશાહ ૩ ને
(૧૦૭
અને ડુંગરામાં ભગાડી મૂકયો. એ પછી ઈડર જઈ લૂંટ ચલાવી તે મદિરા અને મકાના તારાજ કર્યાં. એ પછી એ પાયતખ્ત મુહમ્મદાબાદમાં પાછા પહોંચ્યા. પાછળથી રાવ ભીમસિંહે નુકસાની માટે ભારે રકમ આપી સુલતાન સાથે સુલેહ કરી (ઈ.સ. ૧૫૧૩).૨
3
ઈ.સ. ૧૫૧૫ માં ભીમસિંહ ગુજરી જતાં એનેા પુત્ર ભારમલ ગાદીએ આળ્યે, પરંતુ એના મેાટા કાકાના પુત્ર રાયમલે પેાતાના સસરા મહારાણા સ ંગ્રામસિંહ(સાંગા)ની મદદથી ગાદી પડાવી લીધી. ભારમલે આ અંગે સુલતાન મુઝફ઼્રફ્ફરશાહની મદદ માગી. સુલતાને અહમદનગર(હિંમતનગર)ના નગીરદાર નિઝામુલમુત્ક્રÝ દ્વારા ઈડર ઉપર ચડાઈ કરાવી, રાયમલને ખસેડી ભારમલને ગાદીએ બેસાડાવ્યા, પરંતુ થોડા જ સમયમાં મહારાણા સંગ્રામસિંહે ઈડર ઉપર આક્રમણ કર્યું અને પા રાયમલને ગાદી ઉપર બેસાડયો.
.
માળવાના સુલતાન મહમૂદશાહ
ઉપરના બનાવ બની ગયા તે દરમ્યાન માળવામાં મેદિનીરાય અને એની દારવણી નીચેના હિંદુએ એ માળવાના વહીવટી ત ંત્ર પર કબજો જમાવ્યો. સુલતાન મહમૂદશાહ ૨ જો એમની પકડમાંથી મુક્ત નહિ થઈ શકતાં છૂપી રીતે માંડૂમાંથી નાસી છૂટી ગુજરાત આવ્યેા. સુલતાન મુઝફ્ફરશાહર જાએ એના સત્કાર કર્યો અને એને મદદ કરવાનું વચન આપ્યું.પ
આ સમાચાર સાંભળી મેદિનીરાય મહારાણા સંગ્રામસિંă પાસેથી મદદ મેળવવા ચિત્તોડ ગયા. સુલતાન મુઝફ્ફરશાહે સુલતાન મહમૂક્શાહને સાથે લઈ, મુહમ્મદાબાદથી આવીને માંડૂના કિલ્લાને ઘેરા ધાયે (ઈ.સ. ૧૫૧૮ ના ફેબ્રુઆરીની ૨૩ મીએ) તે માંડૂ જીતી લઈ તે માળવાનું તખ્ત સુલતાન મહમૂદશાહને સાંપ્યું.
,
મુસ્લિમ ઇતિહાસેા મુજબ રાણા સંગ્રામસિંહ અને મેદિનીરાય મેાટું લશ્કર લઈ ચિત્તોઢથી આવતા હતા ત્યારે માંડૂ જિતાવાની ખબર એમને રસ્તામાં મળી ને તે ગભરાઈ ગયા અને નાઠા. રાજપૂતાના ઇતિહાસ મુજબ મહારાણા સંગ્રામસિ હું માળવાની સરહદ સુધી કૂચ કરવાનુ અને મેદિનીરાયને કઈ પણ નુકસાન ન થાય તે પ્રમાણે યેાજના કરવાનું વચન આપ્યું હતું, પરંતુ માંડુ જિતાઈ ગયુ. તે પછી હવે કાંઈ બની શકે એમ નથી એમ લાગતાં તે બંને ચિત્તોડ પાછા ફર્યાં. રાણા સંગ્રામસિંહૈ મેદિનીરાયને ચંદેરીનાં કેટલાંક પરગણાં આપ્યાં અને પેાતાના નીમ્યા.ક સુલતાન મહમૂદશાહને માળવા સોંપ્યા બાદ સુલતાન મુઝફ્ફરશાહ ત્યાંથી પા। સેર્યાં.
સરદાર