________________
પ્રકરણ ૬
મુઝફરશાહ ૨જાથી મુઝફફરશાહ ૩ જે
મુઝફરશાહ ૨ (ઈ.સ. ૧૫૧૧–૧૫૬)
સુલતાન મહમૂદશાહ બેગડાના અવસાન પછી એને ચોથે અને સૌથી નાને શાહજાદે ખલીલ ખાન “મુઝફરશાહ” (૨ જો) ખિતાબ ધારણ કરી તખ ઉપર બેઠે, તે વખતે એની વય ૨૭ વરસની હતી.
ઈરાનના એલચી યાદગાર બેગનો સુલતાન મહમૂદશાહ બેગડાએ ઈ.સ. ૧૫૧૦માં સત્કાર કર્યો ન હતો તે પછી એ એલચી ગુજરાતમાં જ રહ્યો હતો. ઈ.સ. ૧૫૧૨ માં સુલતાન મુઝફફરશાહ તખ્તનશીન થયા પછી ઈરાની એલચીને મોટા માન સાથે પિતાના દરબારમાં બેલાવ્યો. સુલતાને એની વિવિધ કિંમતી ભેટો સ્વીકારી અને એને ખૂબ માનપાન આપીને ઈરાન પરત રવાના કર્યો.' માળવાનું રાજકારણ
માંડૂમાં મુસલમાન અમીરેએ બધી સત્તા પોતાને હસ્તક લેવાની રમત રમવા માંડી હતી. ત્યાંના સુલતાન મહમૂદશાહે એમાંથી બચવા માંડૂમાંથી બહાર નીકળી પિતાના તાબાના ચંદેરીના રાજપૂત જાગીરદાર મેદિનીરાયની સહાય લઈ પિતાની સત્તા દૃઢ બનાવી ને એને પિતાનો વજીર નીમ્યો, પણ પછી એ વછરની વગથી રાજપૂતોની જોહુકમી વધી ગઈ. એમની પકડમાંથી મુક્ત થવા મહમૂદશાહે સુલતાન મુઝફફરશાહને વિનંતી મોકલી. ગુજરાતના સુલતાને સુલતાન મહમૂદશાહને મદદ કરવા ફચ કરી, પરંતુ એ ગોધરામાં પહોંચ્યો ત્યારે એને ઈડર બાબતમાં ચિંતાજનક સમાચાર મળ્યા. ઈડરમાં રાજ્યખટપટ
આ સમયે ઈડરમાં રાવ ભાણના પુત્ર રાવ ભીમસિંહ(૧૫૦૯-૧૫૧૫)નું રાજ્ય હતું. એણે ઈ.સ. ૧૫૧૩ માં સાબરમતીના પૂર્વ કિનારાને પ્રદેશ લૂંટવા માંડ્યો અને એને રોકવા માટે જે ગુજરાતી ફેજ આવી તેને પણ હરાવી. આ ખબર સુલતાન મળી ત્યારે એણે મોડાસા તરફ કૂચ કરી, ભીમસિંહને હરાવ્યો અને