SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ મું) અહમદશાહ લાથી મહમૂદશાહ ૧ લો ૯િ એના બે છે. એ માથા ઉપર બાંધત હતો એની દાઢી છાતી સુધી લટતી હતી. એની ભૂખ અસીમ હતી. એના દૈનિક ભોજનનું વજન ગુજરાતી તેલ મુજબ એક મણ જેટલું હતું.૭૮ એ વારંવાર કહેતો હતો કે અલાહે મહમૂદને સુલતાન ન બનાવ્યા હોત તો એની ભૂખને કોણ તૃપ્ત કરી શક્યું હોત ? એ એ જ પ્રમાણમાં શક્તિશાળી પણ હતો, એ પિતાના જોરથી મસ્ત હાથીને ભગાડી શકતો હતો. એ અપરિમિત ઉદારતા તથા ન્યાયપ્રિયતામાં, ગાઝી” ગણવા માટેનાં યુદ્ધ કરવાની પ્રવૃત્તિઓમાં, શરિયતના પ્રચારમાં અને બાળવય યુવાવસ્થા અને હાવસ્થામાં એકસરખી વિવેક-બુદ્ધિમાં, હિંમતમાં અને વિજયમાં એક ઉત્તમ નમૂને હતે. એ સૂફીઓ અને મુસ્લિમ સાહિત્યકારોને આશ્રય આપતા હતા.૭૯ એના સમયમાં ઉલેમાઓ મજહબના પ્રચાર અર્થે મોટી સંખ્યામાં ગુજરાતમાં આવ્યા હતા અને પરિણામે સૌરાષ્ટ્રમાં ઈરલામને કાયમને માટે સ્થાન મળી ગયું હતું. એણે શહેર વસાવ્યાં હતાં અને મોટા પ્રમાણમાં બાંધકામ કરાવ્યાં હતાં. એ વૃક્ષને ઘણો શોખીન હતો. અણહિલવાડ પાટણથી વડોદરા સુધીના રસ્તાની બંને બાજુએ એણે આંબા અને રાયણનાં વૃક્ષ રોપાવ્યાં હતાં. પાદટીપે ૧. “તો તે મટવરી', મા. ૩, ૬, ૧૨; મિશ્રાને લિવરી' ૬. રૂS ૨. તાતે ગવરી', મા. 3, પૃ. ૧૦૦, મિતે સિરી', 1. • ૩. રણછોડભાઈ ઉદયરામ (અનુ), “રાસમાળા' ભા. ૨, પૃ. ૫૩૭; Bombay Gazetteer, Vol. VIII (Kathiawar), p. 422; “તારી પિરિપતા” (૩), મા. ૪, પૃ. ૧૮૪ (ઊંદરાવાય); “ મિતે સિરી', પૃ. ૪૧ ૪. “ તને અવરી', મ. ૨, . ૧૦૦-૧૦૨ પ. “તર્#ાતે સારી’(મા. 3, પૃ. ૧૦૧)માં “બાંધ” નામ છે. “મિરાતે સિરી' (ઉ. ૪૧)માં “પાંદ” છે ૬. “ તને ગરી-(મા ૩, ૫. ૧૦૧માં ઇમામુક અમરદી છે. અને મિ શાસે સિરી” (૪૧)માં ઇમાલમુક ખાસ્સ-એ-ખેલ છે.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy