________________
પામું. અહમદશાહ ૧ લાથી મહમૂદશાહ ૧લે [૧ પાસે પહોંચે. રાજા માંડલિક અને એના સૈનિકોએ કિલ્લાની બહાર આવી આક્રમણને સબળ સામનો કર્યો, પરંતુ રાજા ઘવાઈ જતાં તેઓ કેટમાં ભરાઈ ગયા. સુલતાનના સૈનિકોએ આ પ્રદેશમાં ભારે લૂંટફાટ ચલાવી, આથી રાજા માંડલિકે અંતે તાબેદારી સ્વીકારી ખંડણ આપી, એટલે સુલતાને ઘેરે ઉઠાવી લીધે અને એ અમદાવાદ પરત ગયો.
બીજે વરસે એટલે કે ઈ.સ. ૧૪૬૮ માં સુલતાનને એવી ખબર મળી કે રાજા માંડલિક છત્ર અને કિંમતી હીરાજડિત શૃંગાર સજીને ઠાઠથી મૂર્તિપૂજા કરવા જાય છે, આથી ૪૦ હજાર ઘોડેસવાર અને મોટી સંખ્યામાં હાથીઓનું લશ્કર જૂનાગઢ તરફ રવાના કર્યું. એણે રાજા માંડલિક શરણે ન આવે તે એગ્ની પ્રદેશને ઉજજડ કરી દે એવો લશ્કરને હુકમ આપે. આ સમાચાર સાંભળી રાજા માંડલિક ગભરાઈ ગયો અને એણે છત્ર અને શૃંગારની વસ્તુઓ તથા અન્ય દાગીના સુલતાનને મોકલી આપ્યા.૫૪ એ પછી એ લશ્કરને પાછું બેલાવી લેવામાં આવ્યું.
પરંતુ સુલતાને ગમે તે રીતે જૂનાગઢ જીતી લેવા ધાયું હતું, ૫૫ આથી ઈ.સ. ૧૪૬૯માં ફરીથી જૂનાગઢ ઉપર આક્રમણ કર્યું. એ સમયે સોરઠમાં એણે પ્રવેશ કરીને ચારે તરફને પ્રદેશ લૂંટી વેરાન કર્યો. રાજા માંડલિકે આ બધું જે સુલતાનને જણાવ્યું કે હું નિયમિત ખંડણ ભરું છું અને આપને તાબેદાર છું. સુલતાને જવાબમાં કહ્યું કે હું પૈસા માટે આવ્યું નથી, પરંતુ સૌરાષ્ટ્રમાં ઈસ્લામના પ્રચાર માટે આવ્યો છું, તેથી કોઈ પણ પ્રકારની દલીલ કર્યા વિના મોત અને ઈસ્લામ બેની વચ્ચેની તમને પસંદગી કરી લો. આથી રા' જુનાગઢના ઉપરકોટમાં ભરાઈ ગયા અને ત્યાં સખત રીતે ઘેરાઈ ગયો. સુલતાને જૂનાગઢ પાસે છાવણી નાખી. માંડલિકે તથા એના સૈનિકે એને સામને કર્યો અને ભારે ટક્કર ઝીલી. છેવટે ખોરાકની તંગીને લઈને ભારે મુશ્કેલી ઊભી થઈ તેથી રાજાએ તાબે થઈને કિલ્લાની ચાવી સુલતાનને સોંપી. મુસિલમ તવારીખ મુજબ, સુલતાને રાજાને મુસલમાન થવાનું કહ્યું અને છેવટે એણે તેને સ્વીકાર કર્યો.૫
એ પછી સુલતાન થોડો સમય જૂનાગઢમાં રહ્યો અને એના રક્ષણની વ્યવસ્થા કરી. અંતે પહાડની તળેટીમાં એની પાસે એક નવું શહેર વસાવીને એનું નામ એણે મુસ્તફા (એટલે કે અલ્લાહની પ્રસન્નતા પામેલ એવા પેિગમ્બર ઉપરથી ‘મુસ્તફાબાદ’ પાડયું. એ પછીથી એ એનાં પાયતખ્ત પૈકીનું એક ગણાયું. એમ કરવામાં એનો ઉદ્દેશ સોરઠમાં ઈસ્લામનો પ્રચાર કરવાને હતે.