________________
મું અહમદશાહ પલાથી મહમદશાહ ૧લે ૮૯
સુલતાનને મકાન બાંધવાને ઘણે શેખ હતો. ઈ.સ. ૧૪૫૧ માં અમદાવાદમાં આવેલા કાંકરિયા તળાવ (હેજે કુબ) તથા એની અંદરની નગીનાવાડી નામે ઓળખાતે બાગ એક મહેલ સમેત એણે તૈયાર કરાવ્યાં હતાં. એ ઉપરાંત સરખેજ વટવા અને અમદાવાદમાં એણે મસ્જિદો અને મકબરા બંધાવ્યાં હતાં. દાઉદખાન (ઈ.સ. ૧૪૫૯)
સુલતાન કુબુદ્દીનના અનુગામી તરીકે એના અમીરોએ એના કાકા દાઊદખાનને પસંદ કર્યો અને તખ્ત ઉપર બેસાડો. તખ્ત ઉપર બેઠા પછી તરત જ એણે ખર્ચમાં અગ્ય કાપકૂપ કરવા માંડી. તદુપરાંત જે અમીરોએ એને એની તખ્તનશીનીમાં મદદ કરી હતી તે મને ખસેડી એના માનીતા અમીરોની નિમણૂક એમના સ્થાને કરી, આથી એ નારાજ થયેલા અમીરોએ એને પદભ્રષ્ટ કરી એની જગ્યાએ, કેટલાક તવારીખકારો મુજબ, સાત દિવસ અને બીજા કેટલાક તવારીખકારો મુજબ, ૨૭ દિવસના૪૮ ગાળામાં જ સુલતાન મુહમ્મદશાહના બીજા શાહજાદા અને સુલતાન કુબુદ્દીનના નાના ભાઈ ફહખાનને તખ્ત ઉપર બેસાડવાને નિર્ણય કર્યો. ફહખાન આ વખતે એની વાલિદા મુઘલી બીબી સાથે મહાન સૂફી શેખ શાહઆલમ(મ. ઈસ. ૧૪૭૫)ને ત્યાં રહેતો હતો. મુઘલી બીબીને સમજાવી એને અમીર મહેલમાં લાવ્યા. એ સમયે નેબત વગાડવામાં આવી. એના અવાજ સાંભળી કારણ જાણ્યા પછી સુલતાન દાઊદખાન નાસી છૂટયો અને એણે શેખ અહમદ રૂમી નામના સૂફીને મુરીદ (શિષ્ય) થઈને શેષ આયુષ આયાત્મ-જીવન જીવીને ગાળ્યું.
મહમૂદશાહ બેગડે (ઈ.સ. ૧૪૫૯-૧૫૧૧)
દાઉદખાન પછી સુલતાન મુહમ્મદશાહ ૨ જાને ના પુત્ર ફહખાન તખ્ત ઉપર બેઠે (ઈ.સ. ૧૪૫૯).• આ સમયે એની વય માત્ર ૧૩ વરસની હતી. એણે “અબુલફહ મહમૂદશાહ' ખિતાબ ધારણ કર્યો. ઇતિહાસમાં એ સુલતાન “મહમૂદ બેગડો' નામથી જાણીતા થયા અમીરનું કાવતરું
તખ્તનશીની પછી કેટલાક મહિના બાદ એને ખસેડી એના કાકા હબી— ખાનને સુલતાન બનાવવાના વિરોધી અમીરએ યોજેલા કાવતરાને એને સામને કરવો પડ્યો. એ વખતે પુરાણા હેદ્દેદારો પૈકીમાંથી એક માત્ર સુલતાન કુબુદ્દીન અહમદશાહને વછર, જેણે એને તખ્ત હાંસલ કરવામાં મદદ કરી હતી તે, મલેક