________________
પામું.
અહમદશાહ ૧લાથી મહમૂદશાહ ૧લે
૮િ૧
ઈડરના રાવ પૂજા સાથે લડાઈ અને અહમદનગરની સ્થાપના
જે હિંદુ રાજ્યોને સુલતાન અહમદશાહે શરણે આણ્યાં તેઓ પૈકીમાંનું એક ઈડરનું રાજ્ય હતું. સૌથી વિશેષ સમય એટલે કે ઈ.સ. ૧૪૨૫ થી ૧૪૨૮ સુધી એણે સુલતાન સામે ટક્કર ઝીલી. બન્યું હતું એવું કે ઈડરના રાવ રણમલના પુત્ર રાવ મુંજાએ સુલતાનને ખંડણી મોકલવામાં ઢીલ કરી હતી અને એ માળવામાં હતા ત્યારે સુલતાન સામે છૂપી રીતે રાતે ખટપટ પણ કરી હતી. આ કારણે સુલતાને ઈડર ઉપર ઈ.સ. ૧૪૨૬માં આક્રમણ કર્યું, આથી રાવ પૂજે ત્યાંથી ડુંગરાળ પ્રદેશમાં નાસી છૂટયો, એ પછી સુલતાને એને પ્રદેશ તારાજ કરવા માંડ્યો. એ બનાવના બીજા વર્ષે રાવને હંમેશ માટે દબાયેલે રાખવા ઈડરથી દશ કેસ ઉપર હાથમતી નદીને કિનારે સુલતાને પિતાના નામ ઉપરથી “અહમદનગર” વસાવ્યું.૨૩ એણે એની આસપાસ પથ્થરને કિલ્લો બાંધો શરૂ કર્યો (ઈ.સ.૧૪૨૭) અને ત્યાં પડાવ નાખી એણે બાંધકામ પૂરું કરવા તરફ ખાસ ધ્યાન આપ્યું. ત્યાંથી ઈડર તરફ ટુકડીઓ મોકલીને આસપાસના ગામો અને ખેતરોમાંના પાકને નાશ કરવાનું કામ શરૂ કર્યું.
રાવ પૂજાએ આ બધે તાલ જોઈને સુલતાનના ઘાસ લેવા આવનાર માણસો ઉપર ઓચિંતા તૂટી પડી વેર લેવાનું ચાલુ કર્યું. અંતે એ લાંબા સમય સુધી લડતાં લડતાં કંટાળે ત્યારે મોટી ખંડણી આપવાનું કબૂલી સુલેહ કરવી સુલતાન ઉપર એણે કહેણ મોકલ્યું, પરંતુ એ વારે વારે સુલેહ કરી એને ભંગ કર્યા કરતો હતો તેથી સુલતાને છેવટ સુધી લડી ઈડરને કબજે લેવાનો નિશ્ચય કર્યો. એણે પિતાના તરફથી લડાઈ ચાલુ જ રાખી એટલે રાવ પૂજાને નાસભાગ કરતાં કરતાં અને છુપાતાં ફરતાં ફરતાં લડાઈ ચાલુ રાખ્યા સિવાય છૂટકો ન હતો. એક વખત ડુંગરોમાં નાસતાં નાસતાં એ એક ખાઈ આગળ આવી ચડ્યો ત્યાં એક બાજુએ ઊભી કરી હતી અને બીજી બાજુએ ઊંડી ખીણ હતી, એ બે વચ્ચેને રસ્તો ઘણા સાંકડો હતો. રાવ પૂજે ત્યાં પહોંચ્યો ત્યારે સુલતાનની ટુકડી એની પાછળ આવી રહી હતી. એને હાથી રાવ પૂજાના ઘેડાની નજીક આવી પહોંચતાં ઘોડે તથા રાવ બંને ખીણમાં પડી ગયા અને મરી ગયા. ૨૪ બીજે દિવસે એક કઠિયારે એનું માથું કાપી લઈને સુલતાનના તંબુમાં હાજર થયા. સુલતાને ઈડરને કબજે લીધે (૨૯મી ફેબ્રુઆરી, ઈ.સ. ૧૪૨૮). આ પ્રસંગે સુલતાન અહમદશાહે વીસલનગર પ્રદેશને પણ તારાજ કર્યો. રાવ પૂજાના પુત્રેપ માફી માગી મોટી રકમ ખંડણી તરીકે આપવાનું કબૂલી સંધિ કરી. સુલતાન