________________
સેલંકી કાલ
[ પ્ર. એ પરથી આ રાજાએ ઠેકઠેકાણે જન ચેત્ય કરાવ્યાં હોવાનું માલુમ પડે છે. શત્રુંજય ગિરનાર વગેરે તીર્થોમાં કુમારપાલ-વિહાર બંધાવ્યો હોવાની અનુકૃતિ છે. ગુજરાતનાં ઘણાં જૂનાં દેરાસર રાજા કુમારપાલે કે મંત્રી વસ્તુપાલ-તેજપાલે કરાવ્યાં ગણાય છે. વિદ્યમાન દેરાસરમાં તારંગા પરનું અજિતનાથ મંદિર કુમારપાલના સમયનું છે. હેમચંદ્રાચાર્યે સંસ્કૃત “ક્યાશ્રય”ની સમાપિત કુમારપાલના ચરિતથી કરી તેમજ પ્રાકૃત “ક્યાશ્રયમાં કુમારપાલનું ચરિત આલેખ્યું. કુમારપાલની વિનંતીથી એણે “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ તથા ૨૦ વીતરાગસ્તુતિઓ સમેત
ગશાસ્ત્ર રચ્યું. ૧૫૧ કુમારપાલે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર સમયે સૌરાષ્ટ્રમાં તીર્થયાત્રા કરેલી ત્યારે હેમચંદ્રાચાર્ય પણ એની સાથે ત્યાં ગયા જણાય છે. આગળ જતાં રાજાએ સંધ કાઢીને સૌરાષ્ટ્રમાં જૈન તીર્થોની પણ યાત્રા કરી હતી. ૧૫૧
આમ જૈન ધર્મના પ્રભાવક તરીકે રાજા કુમારપાલ ગુજરાતમાં ઘણી નામના ધરાવે છે. બૌદ્ધ ધર્મના અભ્યદયમાં જે સ્થાન મૌર્ય રાજા અશોકનું છે તે સ્થાન ગુજરાતમાં જૈન ધર્મના અભ્યદયમાં સોલંકી રાજા કુમારપાલનું ગણાય છે.
ગુજરાતના પ્રવાસીઓ સોમનાથ જઈ કેદારેશ્વરનું મંદિર અને અણહિલવાડ જઈ કુમાર-વિહારનું ચિત્ય જેવા તલસતા એવું હેમચંદ્રાચાર્ય વર્ણવે છે૧૫રએ પરથી આ સમયની સ્થાપત્યસમૃદ્ધિને સચોટ ખ્યાલ આવે છે. અપુત્રિકાધનને ત્યાગ
જેમ સિદ્ધરાજે સોમનાથના યાત્રાવેરાનો ત્યાગ કરેલ તેમ કુમારપાલે અપત્રિકાધનને ત્યાગ કર્યો. જે વિધવાને કઈ પુત્ર ન હોય તેનું ધન રાજા લઈ લેતો, આથી એ વિધવાની દુર્દશા થતી. અપત્રિકા(અપુત્ર વિધવા)ના ધનને આથી
રુદતીવિત્ત” (રહતીનું ધન) કહેતા. કુમારપાલે આ ક્રૂર રિવાજ તજી રાજ્યની મોટી આવક જતી કરી. ૧૫ર ઉત્તરાધિકાર
સં. ૧૨૨૯(ઈ.સ. ૧૧૭૩)માં ૮૪ વર્ષની વયે હેમચંદ્રાચાર્યને દેહ પડ્યો. એ પછી છ મહિને રાજા કુમારપાલ મૃત્યુ પામ્યો. સિદ્ધરાજની જેમ કુમારપાલ પણ અપુત્ર હતો. એના પછી એના ભાઈ મહીપાલને પુત્ર અજયપાલ ગાદીએ આવ્યું. પ્રબંધચિંતામણિ જણાવે છે કે એણે સં. ૧૧૯૯(ઈ. સ. ૧૧૪૩) થી ૩૫ વર્ષ સુધી રાજ્ય કર્યું ને સં. ૧૨૩૦(ઈસ. ૧૧૭૪)માં અજયપાલને રાજ્યાભિષેક થ. ૧૫૩ પરંતુ સં. ૧૨૨૯ ના વૈશાખ (ઈ. સ. ૧૧૭૭ ના એપ્રિલ)નો અજય