________________
૨૮] સેલંકી કાલ
[ પ્ર. ગ્રાહરિપુ પરની ચડાઈનું વર્ણન માત્ર હેમચંદ્રાચાર્યું કર્યું છે, વસ્તુપાલના સમય. ના કવિઓએ કે “પ્રબંધચિંતામણિ'ના કર્તા મેરૂતુંગે ય કર્યું નથી, આથી ઉત્તર ગુજરાતમાં નવું રાજ્ય સ્થાપનાર મૂળરાજે સૌરાષ્ટ્રમાં છેક વંચળી (જિ. જૂનાગઢ) જેટલે દૂર ચડાઈ કરવાનું સાહસ કરવા ધાર્યું હોય એ ભાગ્યેજ સંભવિત ગણાય એમ માનીને હેમચંદ્રાચાર્યું કરેલું મૂલરાજે કરેલા ગ્રાડરિપુના પરાજયનું લાંબુ નિરૂપણ કલ્પિત હોવાની શંકા રજૂ કરવામાં આવી છે,૩૩ પરંતુ આટલા વિસ્તારથી નિરૂપાયેલે આ વૃત્તાંત સમૂળગે કલ્પનાના આધારે ઉપજાવવામાં આવ્યો હોય એવું પણ ભાગ્યેજ બને. મૂલરાજના સમયમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વંથળીમાં ચૂડાસમા વંશનો રાજા ગ્રાહરિપુ રાજ્ય કરતો હશે ને મૂલરાજે ઉત્તર ગુજરાતમાં તથા દક્ષિણ રાજસ્થાનમાં પોતાની સત્તા દૃઢ થતાં એના રાજ્ય પર આક્રમણ કરી એને પરાજય કર્યો હશે એ મુખ્ય હકીકતને અસ્વીકાર્ય ગણવી મુકેલ છે.
કચ્છના રાજા લક્ષને મૂલરાજે યુદ્ધમાં માર્યાને ઉલ્લેખ વસ્તુપાલના સમયમાં ચરિતકામાં ૩૪ તેમજ પ્રબંધચિંતામણિમાં પણ કરે છે, આથી એ ઘટના વધુ સ્વીકાર્ય મનાય છે. પરંતુ મેરૂતુંગે એ ઘટનાને જુદી રીતે નિરૂપી છે, જેમાં લક્ષ-મૂલરાજ-સંઘર્ષને સ્વતંત્ર ગણેલ છે, ગ્રાહરિપુ-મૂલરાજ સંઘર્ષના ભાગ-રૂપે નહિ. પ્રબંધચિંતામણિમાં જણાવ્યા મુજબ કચ્છના રાજા લક્ષે મૂલરાજના સૈન્યને અગિયાર વાર પાછું હઠાવેલું, પણ બારમી વાર એણે કપિલકેદૃને ઘેરો ઘાલ્યો ત્યારે લક્ષ મૂલરાજ સાથે લઢતાં માર્યો ગ.૩૫ આ ફુલ્લ-પુત્ર લક્ષ કચ્છના ઇતિહાસમાં સમા વંશના “લાખા ફુલાણી” તરીકે જાણીતા છે. મૂલરાજનો રાજ્યપ્રદેશ કચ્છના નાના રણને અડીને હોવાથી એ બે રાજાઓ વચ્ચે સંઘર્ષ થાય ને મૂલરાજ કપિલકે-કેરાકોટસ સુધી ચડાઈ કરે એ સંભવિત ખરું. | હેમચંદ્રાચાર્યો પછી વર્ણવેલું પરાક્રમ લાટના દ્વારપ(બારપ)ના પરાજયનું છે. આ નિરૂપણને સાર આ પ્રમાણે છેઃ સામંત તરીકે ઠાર મોકલેલા ગજનાં કુલક્ષણ જોઈ મૂલરાજના પુત્ર ચામુંડે શ્વભ્રવતી (સાબરમતી) નદી ઓળંગી લાટ પર ચડાઈ કરીને ભરૂચના દ્વારપને હરાવી મારી નાખે.૩૭ સેમેશ્વર તથા અરિસિહ મુલરાજે લાટના સેનાપતિ બાપને મારીને અનેક ગજ મેળવ્યાનું જણાવે છે, પરંતુ મેરૂતુંગ એવું જણાવે છે કે લાટના બારપે અને સપાદલક્ષના રાજાએ મૂલરાજના રાજ્ય પર એકીસાથે આક્રમણ કર્યું, મૂલરાજે વિચાર કરી કંથાદુગમાં આશ્રય લીધો ને સપાદલક્ષના રાજા સાથે મૈત્રી સાધી, પછી મૂળરાજે બારપ પર ચડાઈ કરીને એને મારી નાખ્યો.૩૯ દ્વારપ-બાપ એ ચાલુક્ય-ચૌલુક્ય કુલને લાટેસ્વર બારપ૦ હતો ને પ્રાયઃ દખ્ખણના ચાલુક્ય નરેશ તૈલપનો મંડલેશ્વર