________________
૩ ] સેલંકી રાજ્યને અભ્યદય
[ રક આવ્યો,૨૨ આથી ખેટકમંડલના મુખ્ય ભાગ પર મૂલરાજે પોતાની સત્તા પ્રસારી હેવી સંભવે છે, પરંતુ મોહડવાસક વિષય પર પરમાર વંશની સત્તા છેક મૂલ રાજના પૌત્ર દુર્લભરાજના સમય સુધી ચાલુ હોવાનું વિ. સં. ૧૦૬૭(ઈ. સ. ૧૦૧૧)ના દાનશાસન પરથી માલૂમ પડે છે. ૨૩
આ દરમ્યાન પરમાર વંશની સત્તા માળવામાં પ્રસરી ને એ વંશના પ્રતાપી રાજા મુંજે ગુજર રાજાને હરાવી હેરાન પરેશાન કરી દીધો.૨૪ આ ગુર્જર રાજાને કેટલાકે મૂલરાજ માન્યો છે, પરંતુ એ વસ્તુતઃ અવંતિને પ્રતીહાર રાજા હોવ સંભવે છે. ૨૬ દખણમાં રાષ્ટ્રકૂટ વંશની જગ્યાએ ઉત્તરકાલીન ચાલુક્ય વંશની સત્તા પ્રવતી.
રાષ્ટ્રકૂટ રાજા ધવલના બીજાપુર અભિલેખ(ઈ. સ. ૯૯૭)માં મૂલરાજે ધરણીવરાહ નામે રાજાનું ઉમૂલન ક્યને અને ધવલે એને શરણ આપ્યા. ઉલ્લેખ છે. ર૭ આ ધરણીવરાહ આબુને પરમાર રાજા ધરણીધર હોવાનું માલૂમ પડે છે. ૨૮ આગળ જતાં ધરણીધરનો પૌત્ર ધંધુક મૂલરાજના પૌત્ર ભીમદેવના સામંત તરીકે દેખા દે છે એ પરથી ધરણીવરાહે મૂલરાજના સામંતનું પદ સ્વીકારી પિતાનું રાજ્ય પાછું મેળવ્યું લાગે છે. મૂલરાજનાં પરાક્રમ–અનુકાલીન ઉલ્લેખેના આધારે
સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાલના સમકાલીન હેમચંદ્રાચાર્યો મૂલરાજનાં કેટલાંક પરાક્રમ વિગતે નિરૂપ્યાં છે. એમાં પહેલું પરાક્રમ વર્ણવ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છના રાજાઓના પરાજયનું. આ પરાક્રમના નિરૂપણને સાર આ પ્રમાણે છેઃ ભગવાન શંભુએ મૂલરાજને ગ્રાહરિપુ પર ચડાઈ કરવા સ્વપ્નમાં પ્રેરણા આપી. મંત્રી જન્મક તથા જેહુલ સાથે મંત્રણા કરતાં તેઓએ પણ મૂલરાજને એવી સલાહ આપી. ૨૯ ગ્રાહસ્પિ યાત્રાળુઓને કનડતો હતો ને પવિત્ર પ્રાણીઓના વધથી તથા ભોજનથી તીર્થોને ભ્રષ્ટ કરતો હતો. પરાજિત શત્રુઓ તરફનું એનું વર્તન ક્ષત્રિચિત નહતું, પરંતુ એની રાજધાની પર્વત તથા સમુદ્રથી દૂર ન હોઈ સુરક્ષિત સ્થિતિ ધરાવતી. વળી કચ્છને રાજા લક્ષ એને પ્રબળ મિત્ર હતો, આથી મુલરાજે વમનસ્થલી(વંથલી)ના રાજા ગ્રહરિપુ પર જાતે ચડાઈ કરવા નિર્ણય કર્યો. બંને પક્ષે યુદ્ધની તૈયારી થઈ૩૦ જબુમાલી૩૧ નદીના કાંઠે બે દિવસ ભારે સંગ્રામ ખેલાય. ત્રીજા દિવસે મૂલરાજે ગ્રાહરિપને હરાવી કેદ કર્યો. હવે રાજા લક્ષ મૂલરાજ સામે ધો. મુલરાજે યુદ્ધમાં એને ભાલા વડે હણી નાખે. ગ્રહરિપુની રાણુઓની વિનવણીથી મૂળરાજે ગ્રાહરિફને છોડી મૂક્યો ને સોમનાથની યાત્રા કરી. ૧૦૮ હાથી લઈ એ પાંચ દિવસમાં પાટનગર પાછો ફર્યો.૩૨