________________
૫૫૬]
સેલકી કાલ
પિરિ
વસ્તુપાલે ગ્રંથભંડાર ચેરા
વયાગ્રામથી માણિક્યસુરિને બોલાવવા વસ્તુપાલે બે વખત વિજ્ઞપ્તિ મેકલી. એ ન આવ્યા ત્યારે એમને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત–ભંડાર ચેરાવી ભગા. સાત દિવસે “આપને પુસ્તક ભંડાર અહીં વધે છે તેની જરૂર હોય તે આવશે” એવો સંદેશ મોકલ્યા. સૂરિ આવ્યા. વસ્તુપાલે આગમનનું કારણ પૂછ્યું. સરિ કહે: “અમે સરસ્વતીના પુત્ર છીએ અને તમે સરસ્વતીકંઠભરણ છે. જ્યાં એ ત્યાં અમે.” ૧૦ ૩
નિમકહલાલ બારોટ
વીસલદેવની પગચંપી કરતાં થાકેલી નાગલદેવીએ વૃદ્ધ મહિલી બઉલીને પગચંપી કરવા કહ્યું. મયણ સાહાર કહે: “પખવાજીની પુત્રી તરીકે એનું ભજન કરતાં ન થાકી અને અત્યારે થાક લાગ્યો !” આથી રાણીએ એનું નાક કપાવી લીધું. એ દેવગિરિ ગયે. ત્યાંના રાજા સિંહણદેવે પૂછતાં કહેઃ “જેને નાક ન હોય તે અહીં આવે.” આથી ગમે ત્યાંથી લાવીને નવું નાક ચડાવરાવ્યું. પછી જ્યારે પાટણ ગમે ત્યારે રાજાના પ્રશ્નના જવાબમાં કહે : “બીજા રાજાની સમીપે તે નાક જાય, પણ સિંહણુદેવ સમીપે તે ગયેલું પણ પાછું આવે.”
વીસલદેવની આરતી ઉતારવાના સમયે વારંવાર બેલાવ્યા પછી આવેલી નાગલદેવીને બારોટ મયણ સાહારે “તું તારી જાતને નથી જાણતી તે આટલું મોડું કર્યું” એ ટોણો માર્યો. રાણીએ ખિજાઈ એની આંખો ખેંચી કઢાવી. આ અપમાનથી એ માળવા ગયે. નરવર્માએ માનપુર:સર રાખે. વીસલદેવે કેમ આંખો ફોડી એ કહેવા અત્યાગ્રહ કરાતાં એ કહે : “હે વિવેકનારાયણ! અમારા ગુજરાધિપતિ તે વિવેકબુહસ્પતિ છે. રણમાંથી નાસી ગયેલ અધમ રાજાનું મુખ અમારા જેવા સુપાત્ર બારોટો ન જુએ માટે આમ કરેલું.” વીસલદેવે ત્રણ વાર હરાવેલ નરવર્મા ચૂપ થઈ ગયો. વીસલદેવને ખબર પડતાં એણે એને માનપુરસર પાછો બોલાવ્યું. રાજા પૂછે : “શું તારા આવા વચનથી નરવર્માને વિષાદ ન થયે?બારોટે જવાબ આપે : “એ તે બંને વંશમાં વિશુદ્ધ છે, તમારા જેવો નથી. તમારા પિતા લૂણસિંહ તે પદાતિ હતા અને માતૃપક્ષે મહિષીભક્ષક જેઠવા.” ૧૦૪