________________
T૫૫૫
શિષ્ટ
આનુશ્રુતિક વૃત્તાંત વિરધવલની મહાનુભાવતા
એક વખત અગાશીમાં સૂતેલા વરધવલની પગચંપી કરતાં વંઠે રાણાને ઊંધતો માની પગની આંગળીમાંની રત્નમુદ્રા કાઢી લઈ મોંમાં મૂકી દીધી. બીજે દિવસે રાણાએ એવી જ બીજી વીંટી પહેરી. રાતે વંઠ ફરીફરી મુદ્રા જોયા કરતે, રાણુએ કહ્યું:
આ મુદ્રા ના લઈશ, કાલે લીધી તે લીધી. આ સાંભળી વંઠ ગભરાઈ. રાણો કહેઃ “ડરીશ નહિ. એ અમારી કંજૂસાઈ છે કે બહુ થોડું વેતન આપીએ છીએ.” પછી રાણાએ એને એક ઘડો આપ્યો અને અર્ધા લાખની વૃત્તિ કરી આપી.. કુમારદેવીનાં સામુદ્રિક લક્ષણ
પિતાના પ્રવચન સમયે હરિભદ્રસુરિ વિધવા કુમારદેવીને વારંવાર જોવા લાગ્યા. આશરાજ મંત્રીએ પૂછતાં કહે : એની કૂખે સૂર્ય-ચંદ્ર અવતરે એવાં સામુદ્રિક લક્ષણ છે. આથી મંત્રી અને પરણ્યા. એના દીકરા વસ્તુપાલ-તેજપાલ. ૧૦૦૦ વ્યંતરીના આદેશથી વરતુપાલ-તેજપાલને મંત્રિપદપ્રાપ્તિ
કાન્યકુંજની રાજપુત્રી મહેણુદેવી કાંચળીરૂપે મળેલ ગુજરદેશને લાંબા સમય સુધી ભોગવી મૃત્યુ પછી એની અધિષ્ઠાત્રી મહદ્ધિ વ્યંતરી થઈ. એણે લવણપ્રસાદ અને વિરધવલને સ્વપ્નમાં આદેશ આપતાં લવણપ્રસાદ-વિરધવલે વસ્તુપાલ-તેજપાલને મંત્રી બનાવ્યા. તેજપાલને પ્રધાન–મુદ્રા આપી, જ્યારે વસ્તુપાલને ખંભાત અને ધોળકાનું આધિપત્ય આપ્યું ૧૦૧ તેજપાલને ઘૂઘુવ-વિજ્ય
ગોધરાને ઘૂઘુલ મંડલીક વીરધવલની આણ માનતા નહિ. એણે વિરધવલને કાજળની ડબ્બી અને સાડી મોકલ્યાં. આથી તેજપાલે એને જીતવાનું બીડું ઝડપ્યું. મોટું લશ્કર લઈ પોતે દૂર રહ્યો અને નાનું સૈન્ય ગોધરાની ગાયે વાળી ગયું. પાછળ ઘૂઘુ પડ્યો તેને એ તેજપાલના સૌથી ઘેરાય ત્યાં સુધી ખેંચી લાવ્યું. યુદ્ધમાં તેજપાલનું સૈન્ય ભાંગ્યું, પણ સાત રાજપુત્રો સાથે તેજપાલ અડગ રહેતાં ફરી એકઠું થયું. તેજપાલે પિતાના એક ખંભે અંબિકા દેવી અને બીજે ખંભે કપદ યક્ષ જોયા તેથી વિજયમાં વિશ્વાસ બેઠો. ઘૂઘુલ જીવતે પકડાયે. એને પાંજરામાં પૂર્યો. ઘણું ધન લઈ પિતાના માણસને ગેધરામાં સ્થાપી મંત્રી ળકા ગયા. ત્યાં ઘૂઘુલને ગળે પેલી કાજળની ડબ્બી બાંધી અને સાડી પહેરાવી. એ જીભ કચરી મૂઓ.૧૦ ૨