________________
શિe ] આનુતિક વૃત્તાંત
[ ૫૩ મૂલરાજને રાજ્યાભિષેક
ભૂયરાજના વંશજ મુંજાલદેવના પુત્રો રાજ બીજ અને દંડક સેમિનાથયાત્રાથી પાછા ફરતાં અણહિલપુર આવ્યા. ત્યાં રાજની ઘોડેસવારીની કળાથી ખુશ થઈ રાજા સામંતસિંહે પિતાની બહેન લીલાદેવી એને પરણાવી. પ્રસવ પહેલાં જ એ અવસાન પામેલી તેથી એનું પેટ ચીરી પુત્રને જન્મ કરાવ્યું. મૂલ નક્ષત્રમાં જન્મેલ એ “મૂલરાજ' કહેવાય. નશામાં ચકચૂર મામો ઘણી વાર એને ગાદીએ બેસાડે અને નશો ઊતરતાં ઉઠાડી મૂકે. એકવીસ વર્ષની ઉંમરે વિ. સં. ૯૯૩ (ઈ. સ. ૯૩૭) ની આષાઢી પૂનમે આવી રીતે ગાદીએ બેઠેલે મૂલરાજ મામાને મારી સાચા ગાદીપતિ બની ગયું. એણે પંચાવન વર્ષ રાજ્ય કર્યું. વયજલદેવની કથા
મૂલરાજની ઈચ્છા ત્રિપુરુષપ્રાસાદના ચિંતાયક તરીકે કન્યડિ તપાવીને નીમવાની હતી. એમણે ના પાડતાં રાજાએ નિમણૂકનું તામ્રશાસન ભિક્ષામાં સંતાડી આપી દીધું. જમણે હાથે ગ્રહણ કરેલું મિથ્યા ન થાય તેથી એમણે શિષ્ય વયજલ્લદેવને મોકલ્યો. એ જ કેસર કસ્તુરી કપૂર વગેરેનું ઉદ્વર્તન શરીરે વારાંગનાઓ પાસે કરાવતે અને વેત છત્ર પણ રાખતે, છતાં શુદ્ધ બ્રહ્મચારી રહ્યો હતો. એ “કંકૂલોલ” કે “કાંકરોલ” નામથી ખ્યાતિ પામ્યો. એની કસોટી કરવા આવેલ રાણને તાંબૂલના પ્રહારથી એણે કેઢણી કરી મૂકી, અને અનુયે થતાં, પિતાના ઉદ્દતનના લેપથી તથા સ્નાનના ઉત્કૃષ્ટ જલના પ્રક્ષાલનથી એને સાજી કરી.૪૭ લાખા ફુલાણીની કથા
પરમારવંશીય કતિરાજદેવની પુત્રી કામલતા, નાનપણમાં સખીઓ સાથેની રમતમાં વર પસંદ કરવાનું કહેવાતાં, ઘોર અંધકારને કારણે મહેલના થાંભલા પાછળ ઊભેલા ફૂલડ નામના પશુપાલને અજાણતાં જ પસંદ કરી બેઠી. પછી તે પતિવ્રતાવત સાચવી હઠપૂર્વક એ એને જ વરી. એમને દીકરો લાખાક કચ્છને રાજા . એણે અગિયાર વખત મૂલરાજના સૈન્યને ત્રાસ આપે. અંતે મૂલરાજે કપિલ કેટ દુર્ગમાં એને રૂંધી ત્રણ દિવસના યુદ્ધ બાદ ભગવાન સોમનાથ પાસેથી પ્રાપ્ત થયેલ રુદ્રકલા વડે મારી નાખે. મરેલા લક્ષ(લાખાક)ની મિશ્રને પગ અડાડતાં મૂલરાજને “તારેગથી તારે વંશ નષ્ટ થશે” એ શાપ લાખાકની માતાએ આપે.૪૮