________________
૫૪૨] સોલંકી કાલ
પિરિ સરસ્વતીપુરાણકારે આ સરોવરના કિનારા ઉપર આવેલ સેંકડો દેવમંદિ. રોની નેંધ રજૂ કરી છે. આમાં દશાવતારનું મંદિર, ૧૦૮ દેવીઓનું દેવીપીઠ, સોમનાથ, ભાયલસ્વામી, કાશીવિશ્વનાથ, કેલ્લાદેવી, ભૂતેશ્વર વગેરે જણાવેલ છે. સરોવરના કિનારા ઉપર ૧૦૦૮ શિવમંદિર તે હતાં જ, પરંતુ બીજાં સેંકડો નાનાંમોટાં મંદિર પણ ત્યાં આવેલાં હતાં. આ દરેક મંદિરની નજદીકને ઓવારે એનું તીર્થ ગણુતે. સરેવરના મધ્યભાગે બસ્થળ–મોટો ટેકરો હતો, જેના મધ્ય ભાગે વિંધ્યવાસિનીનું મંદિર આવેલું હતું. આ મંદિરમાં જવા માટે પશ્ચિમ કિનારે આવેલ દેવીપીઠમાંથી જવાને માર્ગ હતે. એની નજદીક સરેવર સંપૂર્ણ ભરાયા બાદ જળ બહાર કાઢવા માટેનું નિકાસદ્વાર હતું, જે દ્વારા વધારાનું જળ ત્યાંથી બહાર નીકળી, ત્યાં મોટ બાગ હતો તેમાં જતું. એ “વનમાં થઈ આ પ્રવાહ સરસ્વતીને મુખ્ય પ્રવાહમાર્ગને આગળ જતાં મળત.
સિદ્ધરાજના રાજ્યકાલમાં કેશવ નામને એક વિદ્વાન એના રાજનગરની અંદર “સિદ્ધરાજમેર” નામના શિવમંદિરમાં રહેતો હતો. એ સિદ્ધરાજને ઈતિહાસ, પુરાણ, ધર્મશાસ્ત્રો અને આગામો સંભળાવતા. સિદ્ધરાજની રાજસભામાં કેશવ નામના ત્રણ વિદ્વાન બેસતા હતા એવું પ્રભાવક ચરિત દ્વારા જાણવા મળે છે. પાટણમાં થયેલા વાદવિવાદમાં આ ત્રણે કેશવ દિગંબર કુમુદચંદ્રના પક્ષમાં હતા.૪૪ સિદ્ધરાજને ઇતિહાસ પુરાણ સંભળાવનાર કેશવ આ ત્રણ પૈકી એક હોવો જોઈએ. એનું મૂળ વતન સત્યપુર (સર) હતું. એને પિતામહ અર્જુન વિદ્વાન હતો. પિતાનું નામ દાદર અને માતાનું નીતાદેવી હતું. કેશવ વેદ, વેદાંગ, પુરાણ અને ધર્મશાસ્ત્રને પારગામી વિદ્વાન હતું. એ પાછળથી પાટણમાં આવી રહેલે અને સિદ્ધરાજના રાજમાન્ય વિદ્વાન તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી એનું પ્રીતિપાત્ર બનેલો.૪૫
(૨) જૈન સાહિત્યમાંથી
સોલંકીકાલના જૈન સાહિત્યમાં અનુશ્રુતિઓને ભંડાર ભરેલો છે. અહીં એ સાહિત્યમાંના અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રતિનિધિગ્રંથમાંથી નમૂનારૂપે કેટલીક અગત્યની અનુકૃતિઓ સંક્ષેપમાં આપી છે.