________________
૫૧૮]
સોલંકી કાલ
[પ્ર.
ગુજર-પ્રતીહાર, ચાપટ, રાષ્ટ્રકૂટ, દક્ષિણ ચૌલુક્યો, પરમાર વગેરેની ભિન્ન ભિન્ન અસરવાળાં શિલ્પ મળે છે. આ સૈકાનાં શિલ્પમાં શરીરસૌષ્ઠવ, ધબકતું ચેતન, અને મુખભાવનું વૈશિષ્ટ જોવા મળે છે. અલંકારની પ્રચુરતા, શારીરિક જડતા અને બેડોળપણું હજુ શિલ્પના સૌદર્યને વિકૃત કરતાં નથી, તેમ તદ્દન ઓછા અલંકાર પણ નથી. પ્રજા હૃષ્ટપુષ્ટ અને સમૃદ્ધ છે. આ સમયમાં કેટલાંક શિલ્પ અહીં નમૂનારૂપે રજૂ કર્યા છે. મહિસાનાં ઈ.સ. ૯૦૦–૭૫ વચ્ચે થયેલાં શિમાંની એક આકૃતિ, જે કદાચ બ્રહ્માની મૂર્તિ સાથેની સાવિત્રીની હશે, તેને આ સાથે સરખાવવા જેવી છે. એ જ રીતે દસમા સૈકાના અંતભાગની નગરાની બ્રહ્માની મૂર્તિની પાર્શ્વની સાવિત્રી (!) તથા સત્ય અથવા ધર્મની શિલ્પકૃતિઓ છે. પારેવા પથ્થર માંથી ઘડેલી, ઘૂંટણ નીચેથી ભગ્ન થયેલી, ઉત્તર ગુજરાતમાં હારીજ પાસે બહુચરાજીમાંથી મળેલી, વડોદરા મ્યુઝિયમમાં વર્ષોથી સુરક્ષિત, ગુજરાતની એક અલબેલી વિષ્ણુપ્રતિમા આવેલી છે. આ પ્રતિમા ચાપ કટચાવડાઓના અમલના અંતભાગની હોઈ શકે. દસમા સૈકાની લાડેલની સપ્તમાતૃકાઓની મૂતિઓ, સંભવ છે કે, પરમારોની અસરવાળી હેય. તેમજ લાડલથી વડોદરા મ્યુઝિયમમાં આણેલી ભૌરવની પ્રતિમા આરસની બનેલી છે. દસમા સૈકાની અને એ પછીની બનેલી કેટલીક સુંદર જૈન પ્રતિમાઓ લાડેલના જૈન મંદિરમાં તેમજ અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં સુરક્ષિત છે. દસમા સૈકાનાં શિલ્પામાં માંડલ પાસે જીર્ણ અવસ્થામાં પડેલા કુબેરના મંદિરમાંની કુબેરની મૂર્તિ છે (પટ્ટ ૨૯, આ. ૬૭) તેમજ સિદ્ધપુર તરફની વડોદરા મ્યુઝિયમે ચેડાં વર્ષ ઉપર
ખરીદેલી કુબેરની પ્રતિમા (પટ્ટ ૩૧, આ. ૭૨) પણ ધ્યાન ખેંચે છે. પાટણની વિનાયકની ઊભી પ્રતિમા દસમા સૌકાની એક આકર્ષક શિલ્પકૃતિ છે (પદ ૨૮, આ. ૬૫). પાટણના મૂલેશ્વર મંદિરના ભરના ગોખમાંની શિવપ્રતિમા (પક ૩૦, . ૬૯) પણ આ જ પરિપાટીની છે.
દસમા સૈકાના ઉત્તરાર્ધની, નીચેના ભાગમાં તત્કાલીન લિપિમાં “નારાયણ” એવું નામ કેરેલી, વિષ્ણુની નારાયણ સ્વરૂપની મુર્તિ ૮ એ તત્કાલીન
મહાગુર્જર” શૈલીની, ચાવડાઓના અમલના અંતભાગની શૈલીની ગણું શકાય. આ શિલ્પ મૂલરાજના વખતનું હોય તે પણ એ વખતે સેલંકી કાલની વિશિષ્ટ કલા એટલી પાંગરી નાહ હોય અને ચાવડાઓના અમલમાં દસમા સૈકામાં આ શિલી પ્રચલિત હશે એમ માની શકાય.
સેમિનાથ પાટણના ખેદકામમાં મળેલી તબક્કા ૧ ની એટલે કે ઉપલબ્ધ શિલ્પસ્તરમાં સૌથી જૂના સ્તરની, મૂલરાજદેવના સમયની દસમા સંકાની ગણાતી ખંડિત દેવીપ્રતિમા પણ આ જ પ્રકારની છે.