________________
૧૭ મું ]. શિલ્પકૃતિઓ
પિ૧૭ ફેરફાર પામતી ચાલુ રહેલી, દસમા સૈકામાં આવા વિશિષ્ટ રૂપે ચાલુ રહે છે. આ સંગ્રહમાંનું એક બીજું શિલ્પ જે કોઈ હિંદુ મંદિરને એક ભાગ હતું, તેમાં જમણી બાજુએ સિંહવાહના ચતુર્ભુજ દેવી (ક્ષેમકરી ?) બેઠેલી છે અને એના ડાબી તરફના અર્ધભાગમાં નૃત્ય કરતા કેઈમેટી ઉંમરના દાઢીમૂછ યુક્ત નર્તક સાધુની આકૃતિ કતરેલી છે. દેવીના મસ્તક ઉપર કેશકલાપની ધમિલરચના સૂચવે છે કે આ શિલ્પ ભીમદેવ ૧ લાને સમય કરતાં પુરાણું અને વાસ્તવિક રીતે દસમા સૈકાનું છે. દેવીની મૂતિ કરતાંયે વધુ રમતિયાળ તે પેલી નર્તકની આકૃતિ છે. દેવદેવીઓની અકડાઈ આમાં નથી. આ સંગ્રહમાંનાં આવાં બીજાં સુંદર શિલ્પ વિકટોરિયા એન્ડ આલ્બટ મ્યુઝિયમમાં સચવાયેલ છે.
આવી સાવ નાં કે અને વાદકની આકૃતિઓ પાવાગઢના લકુલીશ મંદિરના ખંડિયેરમાં પડેલી છે (પઢ ૨૦, આ.૫૩). પાવાગઢનું આ મંદિર પણ દસમા સૈકાનું પરમારની અને માળવાની કલાની અસરવાળું છે. આ મંદિરની બાજુમાં જ પહેલાં એનાં શિલ્પમાં શિવપાર્વતીપરિણયની કલ્યાણસુંદર પ્રતિમા (પટ્ટ. ૩૧, આ. ૭૩) છે. (ગુજરાતમાં આવી બહુ પ્રતિમાઓ જાણતી નથી.) આમાં પાર્વતીના મસ્તક પરનું કેશગુંફન આગળ વર્ણવેલ ક્ષેમં કરીના જેવું છે. આવા “ધમિલને દાખલ અકોટામાં મળેલી, સંવત ૧૦૦૬ માં દ્રોણાચાર્યે ભરાવેલી, ધાતુની જેન ત્રિતીર્થિક પ્રતિમાની યક્ષી અંબિકાની નાની અને સુંદર આકૃતિમાં મળે છે. મોટેરાની અસરાની આકૃતિ એ પણ આ પ્રકારનું કેશગુંફન ધરાવે છે. આ શિલ્પને શ્રી. ઢાંકીને દસમા સૈકાનું ગયું છે. શિલ્પ મોટેરામાં
ક્યાંથી મળ્યું અને કયા મંદિર પર હતું એ સ્પષ્ટ થયું નથી, પણ લાગે છે કે મોટેરાના સૂર્યમંદિરની બાજુમાં પુરાતત્વ ખાતાએ શરૂ કરેલ શિલ્પસંગ્રહના નાના મ્યુઝિયમમાં આ સચવાયેલું હશે. આ ફિલ્મની કતરણી તથા એના ઉપરની ચૈત્યગવાક્ષની રચના વગેરે જોતાં મોટેરાના એ સૂર્યમંદિર પરની આવી બીજી અનેક અસરાઓ-નાયિકાઓ-સુરસુંદરીઓનાં શિલ્પોમાંનું આ શિલ્પ પણ હોવા સંભવ છે. મોઢેરાના કેઈ જીર્ણોદ્ધારમાં આ શિપ એના મૂળ સ્થાને કેઈ કારણથી મુકવાનું રહી ગયું હોય અથવા પાછળથી છૂટું પડયું હોય તો નવાઈ નહિ. દસમા સૈકાની આ આકૃતિ સાથે મોઢેરાની અલસાનાયિકા સરખાવવા જેવી છે. એ શિલ્પ પણ કલાકૌલીની દષ્ટિએ દસમા સૈકાનું છે. મોઢેરાના સૂર્યમંદિર પરનું ઈશાન-દિક્પાલનું સુંદર શિલ્પ એનું સુંદર ઘડતર, મનહર ભાવપૂર્ણ રેખાકૃતિ, જુદા જુદા અલંકારો અને બાજુમાંના નાના ગણ (!) કે સેવકની આકૃતિની દષ્ટિએ સ્પષ્ટ રીતે દસમા સૈકાનું જ છે. દસમા સૈકાની ગુજરાતની કલામાં