________________
૫૧૪]
સેલંકી કાલ
[પ્ર.
મૂલરાજદેવના સમયની પાટણની વિનાયકની (૫ ૨૮, આ.૬૫) સુંદર પ્રતિમા અહીં રજૂ કરી છે.
ખંડોસણના સમકાલીન વિષ્ણુમંદિરની નૃસિંહ, વરાહ અને વિષ્ણુની મૂતિઓ સંડેરની એ જ દેવતાઓની મૂર્તિઓ સાથે સરખાવવા જેવી છે.
ભીમદેવ ૧ લા(ઈ.સ. ૧૦૨૨ થી ૧૦૬૬)ના સમયથી સ્થાપત્યમાં સોલંકી શિલી વિશિષ્ટ રીતે વિકસિત થયેલી નજરે પડે છે. શિલ્પોમાં પણ પ્રભાસપાટણ (પટ્ટ ૩૨, આ. ૭૫-૭૬; પટ્ટ ૩૩, આ. ૭૮; પટ્ટ ૩૪, આ. ૮૨) અને પાલિતાણાશત્રુંજયનાં લગભગ ઈ. સ. ૧૯૧૫ માં ઇંગ્લેન્ડ પહોંચેલાં (હાલ લંડનમાં વિકટોરિયા અને આલબર્ટ મ્યુઝિયમમાં સચવાયેલાં) શિ૯૫ પોતાની આગવી ભાત દર્શાવે છે. ભીમદેવકાલીન, દેલવાડા-આબુ પર વિમલશાહે બંધાવેલી, વિમલવસહિકાનાં મૂળ શિલ્પ બહુ જ થોડાં બચ્યાં છે. એની શિલી પ્રભાસપાટણમાં ભીમદેવે બંધાવેલા સોમનાથના મંદિરનાં શિલ્પની શૈલીથી કંઈક જુદી પડે છે. આનું કારણ શોધવું રહ્યું, પણ એક સંભવ એ છે કે સોલંકીકાલીન સૌરાષ્ટ્રનાં મંદિરનાં શિખર જે જુદી ભાત પાડે છે તે પરથી લાગે છે કે સૌરાષ્ટ્રમાં પ્રાચીન સમયમાં આવેલી શક વગેરે જાતિઓની કલાશલીને વારસે સૌરાષ્ટ્રમાં લાંબા વખત સુધી જળવાઈ રહ્યો હશે અને તેથી અમુક પ્રકારની પ્રાદેશિક વિશિષ્ટતાઓ શિલ્પ તેમજ સ્થાપત્યમાં પ્રવેશી હશે. વળી બીજે સંભવ એ છે કે સોમનાથના શિવાલયને મહમૂદ ગઝનીએ ભંગ કર્યા પછી આસપાસના હિંદુ રાજાઓએ અને પ્રજાએ એ મંદિરનો જીર્ણોદ્ધારમાં ભાગ લીધો હશે અને તેથી એમાં સેવા આપનાર શિલ્પીઓ પણ જુદી જુદી પ્રાદેશિક પરંપરા ધરાવનાર હશે. આ માનવાનું કારણ
એ છે કે ભીમદેવકાલીન સેમનાથનાં શિલ્પોની શિલીને મળતી શૈલીનાં શિલ્પ મારવાડમાં કિરાડુ(કિરાતકૂપ)નાં મંદિરોમાં છે અને કિરાનાં અને ભીમદેવકાલીન સોમનાથનાં શિલ્પોમાં શિલ્પશલીનાં અમુક લક્ષણ પરત્વે સામ્ય હાઈ ભીમદેવની રાજકીય અસર નીચેના ભિન્નમાલને આ પ્રદેશમાં ગુજરાત-સૌરાષ્ટ્રની એક જ કલા વિકસી અથવા તે કિરાતુને શિલ્પીઓએ સોમનાથ મંદિરના નવનિર્માણમાં રસ લી. કિરાનાં ઉપલબ્ધ શિલ્પ મોટે ભાગે ભીમદેવથી ઉત્તરકાલીન છે છતાં ત્યાંના શિ૯પીઓની એ પરંપરા હોઈ શકે. ત્રીજે અને કદાચ વધુ સંભવિત વિકલ્પ એ પણ હોઈ શકે કે સોમનાથની શિલ્પપરંપરાવાળા શિલ્પીઓએ કિરાનાં મંદિર બાંધવામાં ભાગ લીધો હતો.